ETV Bharat / city

Theft in Vadodara BOB Bank : લાઈનમાં ઊભેલા વૃદ્ધની થેલીમાંથી કરી તગડી ચોરી, પોલીસે કલાકોમાં ગાંધીનગરથી ઝડપી લીધો - વડોદરાની બીઓબી બેંકમાં ચોરી

વડોદરામાં માંડવી સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાં એક ચોરીની ઘટના (Theft in Vadodara BOB Bank ) બની હતી. જોકે ગણતરીના કલાકોમાં સિટી પોલીસે 80,000 રૂપિયા ચોરી કરનાર શખ્સને ગાંધીનગરથી (vadodara police caught thief from Gandhinagar) ઝડપી પાડ્યો હતો.

Theft in Vadodara BOB Bank : લાઈનમાં ઊભેલા વૃદ્ધની થેલીમાંથી કરી તગડી ચોરી, પોલીસે કલાકોમાં ગાંધીનગરથી ઝડપી લીધો

author img

By

Published : Jan 22, 2022, 8:31 PM IST

વડોદરાઃ શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી સ્થિત આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં એક ચોરીની ઘટના (Theft in Vadodara BOB Bank )બની હતી. જે અંગે સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરીયાદ નોંધી ભેજાબાજ ટોળકીને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં સિટી પોલીસે આ રૂપિયા ચોરી કરનાર શખ્સને ગાંધીનગરથી ઝડપી પાડ્યો હતો. તથા વડોદરાની ગાંધીનગર સુધી પહોંચવામાં મદદગારી કરનાર શખ્સની પણ પોલીસે ધરપકડ કરી પુરેપુરી રકમ રિકવર (vadodara police caught thief from Gandhinagar) કરી છે.

રૂપિયાની ચોરી કરનાર રણજીત રામપ્રસાદ બાવરી ગાંધીનગરથી દબોચી લેવાયો

ઘટના શું બની હતી?
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અરવિંદભાઇ પટેલ માંડવી સ્થિત મહેશ મસાલા નામની દુકાનમાં કામ કરે છે. નજીકમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં તેમની દુકાનનું ખાતું છે. જેથી તેઓ નિયમીત રૂપિયા જમા કરાવવા જતા હતાં. એજ પ્રમાણે તેઓ ફરી એક વખત બેન્ક ઓફ બરોડામાં દુકાનના રૂ. 80 હજાર જમા (Theft in Vadodara BOB Bank ) કરાવવા માટે સવારે 10 વાગે બેન્કમાં પહોંચ્યાં હતાં. અરવિંદભાઇએ નિયમ મૂજબ ટોકન નંબર લીધો અને લાઇનમાં ઉભા રહીં ગયા હતાં.અરવિંદભાઇની આગળ હજી બેથી ત્રણ ખાતેદારો લાઇનમાં ઉભા હતાં. જેથી તેમણે થોડો સમય લાઇનમાં ઉભુ રહેવું પડ્યું. આ દરમિયાન તેમણે પોતાની પાસે રહેલી રોકડ રકમ એક થેલીમાંથી કાઢી બીજીમાં મtકી હતી.

આ રીતે કરી ચોરી

તેવામાં બેન્કમાં ફરી રહેલો એક શખ્સ તેમની પાસે ફોર્મ ભરાવવા માટે આવ્યો, પરંતુ અરવિંદભાઇએ ઇન્કાર કરતા તે કંઇ પણ કહ્યાં વિના જતો રહ્યો હતો. એ પછી રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભેલા અરવિંદભાઇનો વારો આવ્યો એટલે તેમણે થેલીમાં હાથ નાખતા રોકડ રકમ જોવા મળી ન હતી. જેથી તેમણે પોતાની પાસે રહેલી બન્ને થેલીઓ તપાસતા મહેશ મસાલા મીલની કેસરી અને પીળા રંગની થેલી નીચેથી જમણી બાજુઓ બ્લેડથી (Theft in Vadodara BOB Bank ) ચીરો મારેલી હાલતમાં જોવા મળી હતી. જોકે આ રૂપિયા ચોરી કરવા બેન્કમાં આવેલો શખ્સ ચોરી કર્યા બાદ પણ થોડા સમય સુધી બેન્કમાં જ ઉભો રહ્યો અને ત્યારબાદ બહાર નીકળી એક રિક્ષામાં બેસી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાં તસ્કરોએ કાતિલ ઠંડીનો લાભ ઉઠાવી ત્રણ દુકાનોને બનાવી નિશાન, ઘટના CCTVમાં કેદ

સીસીટીવી કેમેરામાં દેખાયો શકમંદ

ઘટનાને પગલે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસની એક ટીમ આ તસ્કરી ટોળકીને ઝડપી પાડવા કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એક શકમંદ જોવા મળ્યો હતો. જોકે તેણે માથે ટોપી અને ચહેરા ઉપર માસ્ક પહેર્યું હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. બીજી તરફ પોલીસની એક ટીમ આસપાસમાં લાગેલા સીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. આ દરમિયા બેન્કના સીસીટીવીમાં કેદ થયેલા શકમંદ રિક્ષામાં બેસતો (Theft in Vadodara BOB Bank ) જોવા મળ્યો હતો. જેથી પોલીસે રિક્ષા નંબરના આધારે તેના ચાલક સાનુહસન નવિશેર દિવાનની અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દેતાં જણાવ્યું કે, બેન્કમાં રૂપિયાની ચોરી કરનાર રણજીત રામપ્રસાદ બાવરી ગાંધીનગરમાં છે. જેથી પોલીસની એક ટીમ તાત્કાલીક ગાંધીનગર રવાના થઇ અને રણજીતને દબોચી ચોરીની પુરે પુરી રકમ 80 હજાર રિકવર (vadodara police caught thief from Gandhinagar) કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Theft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.