- વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરવામાં આવી રહી છે
- મેયર,સ્થાયી સમિતિના ચેરમેન,મ્યુ.કમિશ્નર સહિત જીપીસીબી સામે ફરિયાદ
- શહેરના સામાજીક કાર્યકરે નાયબ ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી
વડોદરા: શહેરની મહાનગર પાલિકા દ્વારા શહેર માંથી પસાર થઈ રહેલી વિશ્વામિત્રી (Vishwamitri) નદીના પાણી પ્રદૂષિત હોવાના કારણે આસપાસના વિસ્તારોમાં બોરિંગના પાણી ગંદા આવી રહ્યા છે તેમજ વિસ્તારોમાં કમળો ઝાડા-ઊલટી મેલેરીયા ટાઈફોડ વગેરે જેવી બીમારીઓથી લોકો પીડાઇ રહ્યા છે. આ બાબતની ફરિયાદ વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચી નોંધાવી છે.
નાગરીકોની મુશ્કેલી
નદીની આસપાસ આવેલા મંદિરમાં આવતા જતા તમામ નાગરિકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ જળચર જીવોને પણ નુકસાન કરી રહ્યા છે.પેશાબ, મળમૂત્રના ગંદા પ્રદૂષિત પાણીના કારણે નાગરિકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરી રહ્યા હોવાના પણ સામાજિક કાર્યકરે આક્ષેપો કર્યા હતા.
ગટરના પાણી નદીમાં છોડવામાં આવે છે
વડોદરાના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે પાવાગઢની તળેટીમાંથી નીકળીને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થઇ રહી છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસ થકી ગટરના મળમૂત્રના પ્રદુષિત પાણી સીધા વિશ્વામિત્રી નદીમાં ઠાલવી રહ્યા છે.જેના કારણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી નદી બની ગઇ છે.બીજી બાજુ જોવા જઈએ તો આ નદીમાં જે જળચર પ્રાણીઓ જેવા કે કાચબા માછલા તમામ ખતમ થવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
અધિકારીઓ સામે ફરીયાદ
હાલમાં મગરો પણ મરવાની તૈયારીમાં છે.જ્યારે એક મગરનું મોત પણ થયું હતું સાથે જ પાણી પ્રદૂષિત થયું છે.જેના કારણે વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે.ગટરો ચોકઅપ થાય છે.ત્યાં ગટર ઉલેચવાના મશીનો મૂકીને સીધા પ્રદુષિત પાણી વિશ્વામિત્રી નદીમાં વરસાદી કાંસ થકી ઠાલવી રહ્યા છે. વારંવાર ફરિયાદો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા જાણીબૂજીને હાલમાં પણ વરસાદી કાંસ થકી પાણી છોડાતા તે બાબતે વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડિયા,સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCD સામે 133 સીઆરપીસી એક્ટ હેઠળ નાયબ ડિસટીક મેજિસ્ટ્રેટ કલેકટર સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.