- મેન્ટલ હોસ્પિટલમાંથી કાચા કામનો કેદી પોલીસ કર્મીને ધક્કો મારી ભાગ્યો
- કારેલીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ભાગી છુટેલા કેદીની શોધખોળ હાથ ધરી
- હત્યાના આરોપમાં જયંતિ નાયકને મેન્ટલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માટે મુકવામાં આવ્યો હતો
વડોદરાઃ શહેરના કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં ગોધરા સબ જેલના કાચા કામના કેદીને ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. તેવામાં હત્યાના ગુનામાં સંડોવાયેલો ગુનેગારો ગત રોજ કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જેથી કારેલીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ફરાર કેદીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન હાલોલ રોડ પરથી પોલીસી એક ટીમને ફરાર કેદી મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો
આરોપી થયો હતો મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર
આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, પંચમહાલના શહેરા તાલુકામાં હત્યાના ગુનામાં જ્યંતિ પ્રતિપભાઇ નાયકની પોલીસે ધરપકડ કરી હતી. જેથી જ્યંતિ નાયકને હત્યાના ગુનામાં ગોધરા સબ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો. તે દરમિયાન કોર્ટના આદેશ મુજબ જ્યંતિને કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલ ખાતે ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે પોલીસની જાપ્તા પણ તૈનાત કરવામાં આવી હતી.જ્યંતિ પોલીસ કર્મીને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ કારીબાગ પોલીસને થતાં પોલીસે કેદીને શોધી કાઢવા જુદી-જુદી બનાવી તપાસ શરૂ કરી હતી. તેવામાં મંગળવારે સવારે હાલોલ રોડ પર ચાલતો ફરાર કેદી જ્યંતિ પોલીસને મળી આવ્યો હતો.