- સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ કેદી ફરાર
- સ્ટાફ કામમાં હતો તેનો લાભ ઉઠાવી કેદી ફરાર થયો
- આ કેદીની સુરતથી પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી
વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવિડ વોર્ડમાં એક કોરોના પોઝિટિવ કેદી દાખલ હતો. તે દરમિયાન જ્યારે જેલનો સ્ટાફ કામમાં હતો તેનો લાભ ઉઠાવી કેદી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કેદીની સુરતથી પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લી: મોડાસા સબ જેલમાં કોરોનાનો પગપેસારો, 71 કેદી પોઝિટિવ
ચાલુ સારવારે કેદી કોરોના વોર્ડમાંથી ભાગી ગયો
વર્તમાન સમયમાં કોરોના મહામારી જેલની અંદર પણ કેદીઓને સંક્રમિત કરી રહી છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ સુરતથી પાસા હેઠળ પકડાયેલો આરોપી કોરોના સંક્રમિત થયો હતો. આ આરોપીને સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અહીં ચાલુ સારવાર દરમિયાન ગુરુવારે બપોરે મનીસિંહ કેસરીસિંહ નામનો કેદી ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTV કેમેરાની તપાસ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
સયાજી હોસ્પિટલમાં 5મા માળે દાખલ હતો કેદી
વડોદરાની સેન્ટ્ર્લ જેલમાં પાસા હેઠળ સજા ભોગવી રહેલો મનીસિંહ કેસરીસિંહની અચાનક તબીયત લથડતા તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા 3 દિવસ અગાઉ મનીસિંહને સયાજી હોસ્પિટલના 5મા માળે અન્યી કેદીઓ સાથે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેવામાં ગુરૂવારે બપોરે વોર્ડમાં હાજર સ્ટાફ અંદર કેબીનમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તકનો લાભ ઉઠાવી મનીસિંહ વોર્ડનો દરવાજો ખોલી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા રાવપુરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલમાં ખાતે આવી પહોંચી હતી. જ્યાં હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા કોરોનાની સારવાર લઈ રહેલો મનીસિંહ હોસ્પિટલમાંથી ફરાર થતો નજરે પડ્યો હતો. આથી પોલીસે CCTVના આધારે કોરોના પોઝિટિવ કેદીની શોધખોળ હાથ ધરી છે.