વડોદરા: ગુજરાતમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ એનસીઆરટીસીને ભારતના પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ(Regional Rapid Transit System) કોરિડોરની પ્રથમ વડોદરા જીલ્લાના સાવલી ખાતે આવેલ અલસ્ટોમ કંપનીમાં(Alstom Company in Savli, Vadodara) આયોજીત સમારોહમાં ટ્રેન સોંપવામાં આવી હતી. દિલ્હીથી મેરઠ સુધી આ રેલ્વેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. વર્ષ 2024 સુધીમાં તેને સાકાર કરવાના આ સપનાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.અને તેનો પ્રથમ તબક્કો 2023 સુધીમાં શરૂ થઇ જશે. હાલ તેના અત્યાધુનિક કોચની ડિલિવરી શરૂ કરવામાં આવી છે. જે 14 મે સુધીમાં ગાઝિયાબાદ આવશે.
ટ્રેનમાં પ્રવાસીઓને ફ્રી વાઈફાઈ જેવી સુવિધા - પ્રથમ ટ્રેન દિલ્હીના સરાય કાલે ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર ચલાવવામાં આવશે. તેને 180 કિમી પ્રતિકલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. RRTS ટ્રેનનું 100 ટકા નિર્માણ ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વડોદરા જીલ્લાના સાવલીમાં એલ્સટોમ કંપનીમાં તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અલ્સટોમ એક ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપની છે કે જેણે ગયા વર્ષની શરૂઆતમાં બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશન હસ્તગત કર્યું હતું. કેનેડિયન જર્મન કંપની બોમ્બાર્ડિયરે(Canadian German company Bombardier) દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન માટે એક મેટ્રો કારનું નિર્માણ કર્યું હતું. RRTSની આ પ્રથમ ટ્રેન શનિવારના રોજ ગુજરાતના સાવલીમાં એક સમારોહમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ એનસીઆરટીસીને સોંપવામાં આવી હતી. આ ટ્રેનમાં પ્રવાસીઓને ફ્રી વાઈ ફાઈ, ચાર્જિંગ સ્ટેશન, તેમજ ડાયનેમિક રૂટ મેપ સહિત અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી
ડિસેમ્બર સુધીમાં પ્રથમ રન ટ્રાયલ - એલસ્ટોમ પાસેથી કોચ મળ્યા બાદ તેને મોટા ટ્રેલરોમાં દુહાઈ ડેપોમાં લાવવામાં આવશે. ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ RRTS કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. અલસ્ટોમ આરઆરટીએસ કોરિડોર માટે કુલ 210 કોચની ડિલિવરી કરશે. જેમાં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ કોરિડોર પર પ્રાદેશિક પરિવહન સેવાઓ અને મેરઠમાં સ્થાનિક મેટ્રો સેવાઓ માટેના ટ્રેન સેટનો સમાવેશ થાય છે. 2022ના ડિસેમ્બર સુધીમાં રેપિડનો પ્રથમ ટ્રાયલ રન શરૂ થઇ જશે.
100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન - સાહિબાબાદથી દુહાઈ વચ્ચેનો 17 કિમીના અગ્રતા વિભાગને 2023 સુધીમાં અને સમગ્ર કોરિડોર 2025 સુધીમાં શરૂ કરવાની યોજના છે. દિલ્હીથી મેરઠ વચ્ચે દોડતી રેપિડ ટ્રેન 180 કિમી પ્રતિકલાકની ડિઝાઇન સ્પીડ,160 કિમી પ્રતિકલાકની ઑપરેશનલ સ્પીડ અને સરેરાશ 100 કિમી પ્રતિકલાકની ઝડપ સાથે દોડશે. જે ભારતની અત્યાર સુધીની RRTSની સૌથી ઝડપી ટ્રેન(Country first high speed train ) હશે. રેપિડ ટ્રેનમાં વિશાળ સ્ટેન્ડિંગ સ્પેસ, લગેજ રેક, સીસીટીવી કેમેરા, લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ હશે. ડાયનેમિક રૂટ મેપ(Dynamic route map),ઓટો કંટ્રોલ એમ્બિયન્ટ લાઇટિંગ સિસ્ટમ, હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડીશનિંગ સિસ્ટમ પણ હશે.દરેક ટ્રેનમાં એક પ્રીમિયમ ક્લાસ કોચ હશે.
આ પણ વાંચો: Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી
એક કોચ મહિલાઓ માટે પણ રિઝર્વ હશે - શરૂઆતમાં દરેક રેપિડ રેલમાં 6 કોચ હશે. જેમાં ત્રણ કોચ વધારી શકાય તેવી શક્યતા છે. પ્રવાસીઓની સુવિધા માટે રેપિડ રેલ કોચમાં આરામદાયક સ્ટેન્ડિંગ સ્પેસ લગેજ રેક આપવામાં આવી છે. આ ટ્રેન દિલ્હી-મેરઠ હાઈ સ્પીડ ટ્રેન કોરિડોરમાં દિલ્હીના સરાય કાલે ખાં સ્ટેશનથી શરૂ થશે.આ કોરિડોરમાં કુલ 25 સ્ટેશન હશે. સરાય કાલે ખાંથી ટ્રેન ન્યૂ અશોક નગર અને આનંદ વિહાર સ્ટેશન પછી યુપીમાં પ્રવેશ કરશે. અહીંથી તે સાહિબાબાદ, ગાઝિયાબાદ, દુહાઈ,મુરાદનગર, મોદીનગર દક્ષિણ, મોદીનગર ઉત્તર, મેરઠ દક્ષિણ, પરતાપુર, રિઠાની, શતાબ્દી નગર, બ્રહ્મપુરી, મેરઠ સેન્ટ્રલ, ભેંસલી, બેગમપુલ, MES કોલોની અને મેરઠ ઉત્તર થઈને મોદીપુરમ સુધી જશે.