ETV Bharat / city

વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું - Triveni Sangam

વડોદરા કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા લોકોના 108 અસ્થિ કુંભ તૈયાર કરીને ચાંદોદ નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે સોમવારે સેવાભાવિ સંસ્થા દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.

asthi visrjan
વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું
author img

By

Published : May 17, 2021, 5:41 PM IST

  • વડોદરામાં સેવાભાવિ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું અસ્થિ વિસર્જન
  • કોરોનાકાળમાં પરીવાર નથી કરી શક્યા વિધી
  • ચાદોંદ ત્રિવેણી સંગમમા કરવામાં આવ્યુ અસ્થિ વિસર્જન

વડોદરા: કોરોના કાળમાં જે પરીવારો પોતાના સ્વજનનોનું અસ્થિ વિસર્જન નથી કરી શક્યા તેવા પરીવારની મદદે શહેરની એક સેવાભાવિ સંસ્થા આવી છે. જિલ્લાના વાસણા સ્મશાન ખાતેથી પૂજા-વિધિ કરીને અસ્થિ કુંભને ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ચાંદોદ નર્મદા કિનારે ખાતે અસ્થિઓની પૂજા કરવામાં આવી હતી અને મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી વડોદરા કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં કોરોનાના ગભરાટના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી. વડોદરાની વડોદરા પશ્ચિમ ઝોન યુવા હેલ્પ ગૃપ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ, હિન્દુ જાગરણ મંચ અને સારા વડોદરા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થાઓ દ્વારા 108 મૃતકોના અસ્થિ કુંભ તૈયાર કરવામાં આવ્યા હતા.

વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

આત્માની શાંતિ માટે કરવામાં આવી પ્રાથના

અગાઉ પણ અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા જે લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી તેવા લોકોના અસ્થિ કુંભ તૈયાર કરીને પવિત્ર તિર્થ સ્થાન ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા કોરોનાની મહામારીમાં દેવલોક પામેલા સૌ સ્વજનોના આત્માને ભગવાના શાંતિ આપે અને સૌ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સમગ્ર માનવજાત પરથી આ કોરોના સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં અમારી સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકોને મદદરૂપ થવાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે અસ્થિ વિસર્જનનું કાર્ય કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.