- વડોદરાની એમ એસ યુનિવર્સિટીની યોજાઈ સિન્ડિકેટ બેઠક
- કર્મચારીઓને કાયમી કરવા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ
- કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 30 મુદ્દા ચર્ચાયા
વડોદરાઃ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક આગવી ઓળખ છે. આ યુનિવર્સિટીમાં ભણવા માટે ઘણા વિદ્યાર્થીઓ સપનાં જોતા હોય છે. હાલમાં જ એમ એસ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક કુલપતિ પરિમલ વ્યાસની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં 30 જેટલા મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મહત્ત્વપૂર્ણ એજન્ડા પૈકી 4 ફેકલ્ટીના હેડ તથા 2 ફેકલ્ટીના ડીનને બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કામદારોને પણ કાયમી કરવા માટે ચર્ચા થઈ હતી.
અમુક ફેકલ્ટીમાં ડીનની જગ્યા ખાલી હોવા અંગે ચર્ચા કરાઈ
ખાસ કરીને ત્રણથી ચાર મુદ્દાઓ એમ. એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. અમુક ફેકલ્ટીના ડીન પોઝિશન ખાલી હોવાથી અમુક હેડ્સની નિમણૂક કરવા અંગે સિન્ડીકેટે આજે એપ્રુવલ આપી હતી. તદ્ઉપરાંત અમુક ફેકલ્ટીની અંદર ડીન પોઝિશન ચાર્જમાં હોવાથી તેના ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો. અમુક પ્રકારના અંદર ઓપરેશનલ પ્રશ્ન હોય છે. જેમ કે, પીજી ગાઈડશિપના હોય અને સ્ટૂડન્ટના પીએચડીના એપ્રુવલની હોય એ પણ આજે થઈ. એમ. એસ. યુનિવર્સિટીના ખર્ચને લઈને પણ આજે રિઝર્વેશન અપાઈ હતી. તદઉપરાંત કોલેજમાં આવતા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે જે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ગોઠવણ કરવાની હતી તેને પણ લીલીઝંડી આપી દેવાઈ છે. ખાસ કરીને ગયા મહિને જે ડેવલપમેન્ટ પ્રોસેસ કોલેજ ખાતે થઈ હતી. રૂટિન અંદર જે પ્રશ્નો હતા તેના નિરાકરણ કરાયું હતું.