- પાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ઈ લોકાર્પણ
- વડોદરામાં ઈ શુભારંભ-ઈ ખાતમુહૂર્ત કરાયું
- રૂપિયા 24.57 કરોડના ખર્ચે 11 જેટલા વિકાસ કામોનો શુભારંભ
વડોદરા: કોરોના સંક્રમણ કાળમાં પણ રાજ્યમાં વિકાસના કામો આગળ વધી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 24.57 કરોડના ખર્ચે 11 જેટલા વિકાસના વિવિધ કામોના ઇ-ખાતમુર્હૂત, ઇ-શુભારંભ અને ઇ-લોકાર્પણ મેયર ડો. જિગીષાબેન શેઠના હસ્તે ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી સ્થિત સ્થાયી સમિતિ રૂમમાં યોજવામાં આવ્યું હતું.
શહેરના ગરીબ પરિવારોને આર્થિક તબીબી સહાય પણ અપાઈ
આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અકોટના ધારાસભ્ય સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના ગરીબ પરિવારોને આર્થિક તબીબી સહાય પણ આપવામાં આવી હતી.
ભાયલી અને ગોત્રી વિસ્તારમાં અદ્યતન બાગ-બગીચા: લોકોમાં ખુશીની લહેર ફેલાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના રૂપિયા 24.57 કરોડના વિકાસના કામોનું ઇ શુભારંભ, ઇ ખાતમુહૂર્ત, ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન, સહિત વિકાસના કામો કરવામાં આવ્યા તે વિસ્તારનાં કોરોપોરેટર અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના કામોમાં ભાયલી અને ગોત્રી વિસ્તારમાં બાગ વડસર લેંડ ફિલ સાઇટનાં ટ્રી મ્યુઝિયમમાં સાયકલ ટ્રેક, પાણી પુરવઠા વિભાગનાં નાલંદા, તાંદલજા, હરણી, બીપીસી રોડ, પાણીગેટ, હરીનગર, સમાં સહિત જુના પાદરા રોડ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ સંપ, પંપ રૂમ, ટ્રાન્સફોર્મર રૂમ, પાણીની લાઈનો સહિત પંપિંગ મશીનરી નાખવાના 24.57 કરોડનાં કામોનું ઇ લોકાર્પણ, ઇ ખાત મુહૂર્ત અને ઇ શુભારંભ કરવામાં આવ્યો હતો.