- વડોદરામાં ઓક્સિજનની ભયંકર અછત
- વર્ગ-4ના કર્મચારીઓની પણ ભારે અછત
- SSG હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે કરી વાતચીત
વડોદરા: હાલમાં કોરોનાની બીજી લહેરે શહેરમાં હાહાકાર મચાવ્યો છે. શહેરની તમામ હોસ્પિટલો ફુલ છે. બેડ ખાલી નથી, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે, તો બીજી તરફ નવા કોવિડ સેન્ટરો ઉભા તો કરવામાં આવ્યા છે પરંતુ ત્યાં વર્ગ-4ના કર્મચારીઓની અછત વર્તાઇ રહી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયરને પૂછતાં તેમણે સ્વીકાર્યુ હતું કે ઓક્સિજન તથા વર્ગ-4ના કર્મચારીઓની અછત છે. તેના માટે અમે પ્રયત્નશીલ છીએ. વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ. અને વહેલી તકે આ બંન્ને સમસ્યાઓનો ઉકેલ લાવી સમગ્ર વ્યવસ્થા સુચારુ રુપ ચાલે તેવી કામગીરી માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ.
આ પણ વાંચો: વડોદરામાં નાની ઉંમરના બાળકો થયા કોરોના સંક્રમિત
એક દિવસમાં 14,400 લિટર ઓક્સિજનની જરૂરિયાત
મોટાભાગની હોસ્પિટલોમાં બેકઅપ મેનિફોલ્ડ વોર્ડ કે રૂમમાં દર્દીની જરૂર મુજબ સિલિન્ડર કે લાઇન હોય છે. આ લાઇનના બીજા છેડે મેનિફોલ્ડ પોઇન્ટમાં એક સાથે ઓક્સિજન સિલિન્ડરો ગોઠવેલા હોય છે. કેટલીક હોસ્પિટલો એક કરતાં વધુ મેનિફોલ્ડ લાઇન રાખતી હોય છે.જેથી ઓક્સિજનનો જથ્થો જળવાઇ રહે છે. એક દિવસમાં 14,400 લિટરની જરૂર પડે. જોકે માત્ર પુરવઠા પર જ આધાર ન રાખતાં ઓક્સિજન કેટલા પ્રેશરથી આવે છે તેની પણ ગણતરી કરાય છે.