- વડોદરામાં નવાપુરા વિસ્તારમાં આવેલી છે જન્મ અને મરણની મુખ્ય કચેરી
- વોર્ડ વાઇસ જન્મ અને મરણની કામગીરી કરવામાં આવે છે
- વર્ષ 2021થી અર્બન હેલ્થ સેન્ટરમાંથી પણ જન્મ અને મરણની નોંધણી કરવામાં આવશે
વડોદરાઃ મહાનગર પાલિકાના 12 વોર્ડ આવેલા છે. શહેરના નવાપુરા વિસ્તારમાં જન્મ અને મરણની મુખ્ય કચેરી આવેલી છે. જ્યા જન્મ મરણ અને લગ્નનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. વડોદરા શહેરની અંદર વોર્ડ વાઇસ જન્મ અને મરણની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત સરકારના સોફ્ટવેરથી અર્બન હેલ્થ સેન્ટરની અંદર પણ જન્મ અને મૃત્યુની નોંધણી થશે. જાન્યુઆરી 2021થી વડોદરા શહેરની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી પણ જન્મ અને મરણની નોંધણી કરવામાં આવશે.
જન્મ અને મરણની નોંધણી 34 અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવશે
શહેરમાં વોર્ડને બદલે હવે જન્મ અને મરણની નોંધણી 34 અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા આ વિસ્તારમાંથી, હોસ્પિટલમાંથી જન્મ અને મરણની નોંધણી કરવામાં આવશે. 21 દિવસની અંદર જો જન્મ અને મરણની નોંધણી કરવામાં આવે તો તે ફ્રી મા કરી આપવામાં આવે છે. ત્યારબાદ 21 દિવસથી 30 દીવસની અંદર લેટ ફી લેવામાં આવે છે. એક વર્ષની અંદર કરવામાં આવે તો કોર્ટમાંથી એફિડેવિટ કરીને નોંધણી કરવામાં આવે છે.
એક મહિનાની અંદર પોસ્ટ મારફતે જે તે અરજદારના ઘરે પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે છે
એક વર્ષ બાદ જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવે તો કોર્ટનો ઓર્ડરથી નોંધણી કરવામાં આવે છે. જન્મ અને મૃત્યુની નોંધણી કરાવ્યા બાદ એક મહિનાની અંદર પોસ્ટ મારફતે જે તે અરજદારના ઘરે નોંધણી પહોંચાડવામાં આવે છે. 95 ટકા મતદારોના ઘરે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત 5 ટકા અરજદારો કે જેઓએ ખોટું નામ કે એડ્રેસ લખ્યું હોય કે નામમાં ફેરફાર હોય તો તેઓને રૂબરૂ નવાપુરા મુખ્ય કચેરી ખાતે બોલાવીને આપવામાં આવે છે.
મુખ્ય કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
વડોદરા શહેરની અંદર નવાપુરા વિસ્તારમાં જન્મ-મરણની મુખ્ય કચેરી પર લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. કોરોનાની મહામારી ચાલી રહી છે, તેમછંતા કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જાણવામાં આવ્યું ન હતું અને નાગરિકોને પાલન કરાવે એવા સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળ્યા ન હતા. જન્મ મરણની નોંધણી મુખ્ય કચેરી પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. મુખ્ય કચેરીની અંદર સૂચના લખવામાં આવી છે. પરંતું તેમ છતાં મુખ્ય કચેરીની બહાર લાંબી કતારોમાં કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું.