ETV Bharat / city

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતનો ખેડૂત સમાજ નારાજ, વડાપ્રધાનને લેખિતમાં જાણ કરી - સ્વામીનાથન કમિટી

દેશની ખાદ્ય સુરક્ષા સામે ખતરાનું કારણ આપતા કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ (Indias Export Ban Wheat) પર પ્રતિબંધ મૂકી દીધો છે. વૈશ્વિક સ્તરે ઘઉંની (International wheat prices) કિંમતમાં તોતિંગ વધારો થતા આ ઉછાળાને ખાસ ધ્યાને લેવાયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ વધી ગયા છે. આ વર્ષે વધુ પડતી ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન (India Wheat Production) અંદાજ કરતા ઓછું થયું છે.

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતનો ખેડૂત સમાજ નારાજ, વડાપ્રધાનને લેખિતમાં જાણ કરી

author img

By

Published : May 15, 2022, 8:56 PM IST

વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની (Indias Export Ban Wheat) જાહેરાતથી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ નારાજ થયો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય (Big Loss to farmers) એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. જેને લઈને રવિવારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Letter to PM Modi) એક પત્ર લખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતીને લગતા અન્ય મુદ્દાઓને લઈને વડાપ્રધાન મોદીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બાસમતી ચોખા અને દાર્જિલિંગ ચા બાદ આ ભારતીય ઉત્પાદનો વિશ્વ બજારમાં પ્રવેશ્યા

શું કહ્યું પ્રમુખે: દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર તરફથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એને લઈને તથા ખેતિને લગતા અન્ય મુદ્દાઓને લઈને અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સરકારનો આ નિર્ણય ખેડૂત વિરોધી નિર્ણય છે. તેને યુદ્ધના ધોરણે પાછો ખેંચવામાં આવે. નિકાસ માટેના ધારાધોરણ અનુસાર ઘઉંની નિકાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. ખેડૂતને સંબંધીત મુદ્દો છે ત્યાં સુધી અમારી કેટલીક ખૂબ જૂની માંગણીઓ છે. જેમ કે કૃષિ પંચની રચના થવી જોઈએ. MSP નક્કી કરવી જોઈએ.

આ પણ વાંચો: India Exports: ભારત અમેરિકામાં કરશે કેરી અને દાડમની નિકાસ, USDAએ આપી મંજૂરી

આ કમિટીની ભલામણ: સ્વામીનાથન કમિટી તરફથી જે ભલામણ કરવામાં આવી છે. એને ધ્યાને લેવામાં આવે. એ આધારે ભાવ નક્કી કરવામાં આવે. ઘઉંની જે ન્યુનત્તમ કિંમત છે એ રૂપિયા 3000 છે એ માન્ય કરવામાં આવે. ડીઝલ પર 50 ટકા સબસીડી આપવામાં આવે છે. આ ઉપરાંત ખેતીમાં વપરાતા ઓજારો, સાધનો તેમજ બિયારણો પર જીએસટી નાબુદ કરી દેવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.