ETV Bharat / city

વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા

કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્વજનો દર્દી સાથે વીડીયો કોલથી વાત કરી શકે તે માટે સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલ અને BAPS કોવિડ હોસ્પિટલમાં સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત N.A.I.R સંસ્થાના કર્મચારીઓના સહયોગથી સ્માર્ટ ફોન વિતરણ કરાયા હતા.

વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા
વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા
author img

By

Published : May 11, 2021, 6:02 PM IST

  • સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત અપાયા મોબાઈલ
  • કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યા સ્માર્ટફોન
  • સાંસદ રંજન ભટ્ટ અને મેયર કેયુર રોકડીયા સહિતનાઓ રહ્યા ઉપસ્થિત

વડોદરા: ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત N.A.I.R સંસ્થાના કર્મચારીઓના સહયોગથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પોતાના પરિવાર સાથે વીડીયો કોલના માધ્યમથી વાત કરી શકે તે હેતુથી સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં, શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ, મહામંત્રી સુનીલ સોલંકી, સાંસદ રંજન ભટ્ટ, સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્ર પટેલ, મેયર કેયૂર રોકડ્યા, ડેપ્યુટી મેયર નંદા જોશી, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા

આ પણ વાંચો: વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ

વડોદરામાં સ્માર્ટફોન્સની સુવિધાના લોકાર્પણ કરાયું

ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં મોટાભાગે બહાર ગામના દર્દીઓ પાસે સ્માર્ટ ફોન હોતા નથી. તેથી તેમના સ્વજનો હોસ્પિટલ પાસેથી અપડેટ મેળવવા 24 કલાક તડકામાં ઉભા રહેતા હોય છે. તેથી દર્દીઓ પોતાના સ્વજનો સ્માર્ટ ફોનથી દર્દી સાથે વાત કરી શકે અને તેઓ કોવિડ હોસ્પિટલથી દૂર રહીને કોરોના મુક્ત રહે તે માટે સ્માર્ટફોન્સની સુવિધાના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી મેયર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.