વડોદરામાં સીનીયર સીટીઝનની માગ
ન્યાયમંદિર ખાતે મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજ્યો
નવચેતના ફોરમ વડોદરા દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન
વડોદરાઃ વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. તેનું મહત્વ મહારાજા સયાજીરાવ ગાયકવાડ રાજા તેમના સમગ્ર જીવનમાં જે કંઈ કાર્યો કામો કરવામાં આવેલા જેમ કે પાણી માટે આજવા સરોવર, સ્વાસ્થ્ય માટે સયાજી હોસ્પિટલ, નાય અપાવા માટે ન્યાય મંદિર એવી ઘણી ઇમારતોનો વારસો ધીરે-ધીરે ભૂંસાઈ રહી છે. એમ તો ન્યાય મંદિર મહારાજા શાકમાર્કેટ બનાવવા માટે બનાવી હતી, પરંતુ જે શૈલીથી અને ભવ્યતા જોઇ સર સયાજીરાવ ગાયકવાડે નક્કી કર્યું કે અહીં જ ન્યાય મંદિર બનવું જોઈએ.
નવચેતના ફોરમ વડોદરા દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન
ગાયકવાડ શાસન વિસ્તારના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ન્યાયમંદિર કોર્ટ હાલ અત્યારે બંધ હાલતમાં હોય જેને લઇને નવચેતના ફોરમ વડોદરા દ્વારા ન્યાયમંદિરને સીટી મ્યુઝિયમ બનાવવા બાબત જનજાગૃતિ માટે નગર જનોની સહી ઝુંબેશનો કાર્યક્રમ માંડવી નીચે યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 500 જાગૃત નગરજનો એ સહીઓ કરી હતી. અકોટા બ્રિજ શનિદેવ મંદિર પાસે જાગૃત નાગરિક દિપક પાલકર અને સાથીઓ દ્વારા કરાયેલા સહી ઝુંબેશમાં પણ 500 સહીઓ નાગરિકો દ્વારા કરાઈ છે અન્ય સંગઠનોમાં નાગરિક ફોરમ માંજલપુર વડોદરા દ્વારા પણ સહી ઝુંબેશ શરુ કરવામાં આવી છે.
ન્યાયમંદિર ખાતે મ્યુઝિયમ બનાવવાની માંગ
ફ્રેન્ડસ સોસાયટી ફતેગંજ સાંજે તથા ગૌરક્ષા સેવા સમિતિ પટોળીયાપોળ ખાતે સાંજે સહી ઝુંબેશ દરરોજ કરનાર છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખ તથા અન્ય સોમવાર થી મંગળ બજાર અન્ય રોડ પર બજારમાં દુકાનદારો સહીઓ કર્યું હતું. આ સિવાય નવચેતના ફોરમ સાથે સંકળાયેલા સભ્યો વ્યક્તિગત રોજ 200 સહીઓ કરાવશે. આ અઠવાડિયે 5000 સહીઓનું લક્ષ્ય છે. સિનિયર સિટિઝન દ્વારા ત્યાં વડોદરા સીટી મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.