ETV Bharat / city

લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે - Shahrukh Khan will install RO plant

રઇશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન (Shahrukh Khan Vadodara railway station) પર શાહરૂખ ખાન થોડી મિનિટ માટે રોકાયો હતો. આ સમયે ભાગદોડ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોઇ તેની સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ હાઇકોર્ટની આ ટકોર બાદ શાહરૂખ ખાને આ પગલુ હાથ ધર્યુ હતુ.

શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે

author img

By

Published : Jul 31, 2022, 5:48 PM IST

વડોદરા: 23 જાન્યુઆરી, 2017ના રોજ અગસ્ત ક્રાંતિ ટ્રેન દ્વારા શાહરૂખ મુંબઇથી દિલ્હી જઇ રહ્યો હતો. રઇસ ફિલ્મના પ્રમોશન માટે તે થોડી મિનિટ માટે વડોદરા (Shahrukh Khan Vadodara railway station) રોકાવાનો હોવાને કારણે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ભીડ એકત્રીત થઇ હતી. ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વડોદરાની કોર્ટમાં ફરિયાદ: આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું. દરમિયાન ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે એપ્રિલ-2022માં શાહરૂખ ખાન સામેની ફરિયાદ રદ કરી હતી.

આ પણ વાંચો: NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા

શાહરૂખ ખાનના એડવોકેટ કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે, જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમે સેલિબ્રિટી છો ત્યારે તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ એટલે શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ (Shahrukh Khan will install RO plant ) માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે સોમવારે ડીઆરએમને અપાશે.

આ પણ વાંચો: ઝારખંડની સરકાર ખતરામાં : રોકડ સાથે પકડાયેલા ત્રણેય ધારાસભ્યોને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

હાઇકોર્ટની ટકોર બાદ શાહરૂખ ખાન તરફે રેલવે તંત્રને પૂછાયું હતું કે, વડોદરામાં શું જરૂરિયાત છે. રેલવે તંત્ર દ્વારા પેસેન્જરોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની જરૂર હોવાનું અને તે માટે 23 લાખનો ખર્ચ થશે તેમ કહેવાયું હતું. ત્યારબાદ શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક તેમના એડવોકેટને મોકલ્યો હતો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.