ETV Bharat / city

વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશને પગ મૂકો તો ખબર પડે કે આવું પણ થઈ શકે! કાયદા અને શિક્ષણની અદભૂત જુગલબંધી - આઝાદીના 75 વર્ષની ઉજવણી

પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાના હોય ત્યારે જે મનોસ્થિતિ હોય છે તેને બદલે ચહેરા પર ખીલખીલાટ હોઇ શકે? હોઇ શકે, જો તમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ( Manjalpur Police Station ) જાવ તો જોવા મળે. અહીં 70થી વધુ બાળકો પાઠશાળામાં (School) અભ્યાસ કરવા આવે છે. સાથે તેમના કેટલાક વાલી પણ ભણવા માટે આવે છે! વિગત આ અહેવાલમાં. Celebrating the 75th year of independence

વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશને પગ મૂકો તો ખબર પડે કે આવું પણ થઈ શકે
વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશને પગ મૂકો તો ખબર પડે કે આવું પણ થઈ શકે! કાયદા અને શિક્ષણની અદભૂત જુગલબંધી
author img

By

Published : Jul 24, 2021, 4:30 PM IST

  • વડોદરામાં પોલીસની પાઠશાળાના અનેરા દ્રશ્ય
  • માંજલપુર પોલીસ સ્ટેશન બની પાઠશાળા
  • એવું પોલીસ સ્ટેશન જ્યાં બાળકો હોંશેહોંશે આવે

વડોદરાઃ આઝાદીના 75 વર્ષની જોરશોરથી ઉજવણી થવાના પ્લાનિંગો સામે આવી રહ્યાં છે ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકાર એવા શિક્ષણ વિશે વધુ કંઇક સાનમાં સમજાવી જતી આ વાત છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં કંઇકેટલાય અપરાધીઓ આવ્યાંગયાં છે પણ તમે જે દ્રશ્યો જોઇ રહ્યાં છો તે દિમાગમાં જરા જુદી છાપ પાડે. તમને થાય કે ભૂલમાં રીપોર્ટિંગ ખોટું જઈ રહ્યું છે પણ સાચે જ એમ નથી. આ સેવાની પાઠશાળા જ છે જ્યાં પ્લે ગ્રુપના બાળકો પણ છે, ધોરણ 8ના વિદ્યાર્થી પણ છે. પોલીસની આ પાઠશાળા ફેબ્રુઆરીમાં ખુલી ત્યારે 30 બાળકો ભણવા આવ્યાં હતાં જે હવે વધીને 70 પર આંકડો પહોંચ્યો છે. તમે આ દ્રશ્યમાં માર્ક કર્યું જ હશે કે તેમાં બહેનો પણ અભ્યાસ કરી રહેલી જણાશે. તે બાળકોના વાલીઓ છે. તો જાણીએ કે આ શું બની રહ્યું છે...

ACP એસ. બી. કૂંપાવતે ઝડપી સારા કામની તક

શિક્ષણ આ સૌ માટે ખૂબ મોંઘી મિરાત છે. મનીષાબહેનની અંગ્રેજીની એબીસીડી શીખવાની ધગશ તમે સાંભળી? આ બધું જ જે તમે જોયું અને જાણ્યું તે શક્ય કઇ રીતે બન્યું કે એક પોલીસ સ્ટેશનની અંદર બાળકો છૂટથી પોલીસના ડર વિના હોંશેહોંશે ભણી રહ્યાં છે. વાત એમ છે કે રસ્તા પર સેવાની પાઠશાળામાં આ બાળકો ભણતાં હતાં. એવામાં એક દિવસ ACP એસ. બી. કૂંપાવતની નજર તેમની પર પડી. બાળકો શિક્ષણ મેળવી રહ્યાં હતાં ત્યાં ભારે વાહનોની ખૂબ અવરજવર રહે છે. જેથી કૂંપાવતે ત્યાં ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો. એક પોલીસ અધિકારીને કંઇક સારુ કામ કરવાની તક સમજાઇ ગઇ. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકોને ભણવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી.

વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશને પગ મૂકો તો ખબર પડે કે આવું પણ થઈ શકે

બાળકો સહજપણે નિર્ભયતાથી કાયદાનો પાઠ પણ શીખી રહ્યાં છે

માંજલપુર પોલીસ સ્ટેશનમાં એકતરફ કાયદાના રખેવાળ કામ કરે છે તો આ તરફ ભૂલકાંઓ ભવિષ્યના પાઠ માટે તૈયાર થઈ રહ્યાં છે. સવારે 11થી બપોરના 1 વાગ્યાં સુધી આ અદ્ભૂત દ્રશ્યો અહીં સર્જાય છે.બાળકોને શિક્ષણ સામગ્રી પણ પોલીસ સ્ટેશનવાળા પૂરી પાડે છે. બાળકો પોતાની નજર સામે કાયદાને લગતી બાબતો પણ વિના પ્રયાસ શીખી જ રહ્યાં છે ત્યારે ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બનશે તેમ પણ કહી શકાય. પોલીસનો ડર દૂર થયો હોવાથી મોટા થઈને જરુર પડે તો પોલીસ સમક્ષ નિઃસકોચ આવી શકશે અને સુશિક્ષિત સમાજની મુખ્યધારામાં ભળવું તેમને માટે જરાપણ અઘરું નહી રહે તેવો સારો આ પ્રયાસ છે. વધુ જણાવી રહ્યાં છે ACP કૂંપાવત.

કાયદા અને શિક્ષણની જુગલબંધી

પોલીસ સ્ટેશનનું નામ પડતાં ફફડી ઊઠે તેવી છાપ વચ્ચે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફેલાતો બાળકોનો કિલકિલાટ અને ઉજ્જળ બનતું ભવિષ્ય શિક્ષણની બાબતમાં કેટલા બધાં સઘન પ્રયાસો કરવાના હજુ બાકી છે તેનો અંગૂલિનિર્દેશ પણ કરે છે. હજારો કરોડોના બજેટો ફાળવાયાં પછી પણ શિક્ષણ જેવી પાયાની સુવિધા આઝાદીના 70 વર્ષ પછી પણ કઇ રીતે મળી રહી છે? સાથે એ પણ દર્શાવે છે કે અનેક અડચણો છતાં સારું કાર્ય કરવા માટે બનતું કરી છૂટનાર પોલીસ અધિકારીઓ પણ છે.

આ પણ વાંચોઃ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યોજી બેઠક, શાળાઓની ગુણવત્તા સુધારાવાની કરાઈ ચર્ચા

આ પણ વાંચોઃ climbing wall: પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સુરત અંધજન શાળા ખાતે ખાસ 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ બનાવવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.