વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં (PM Modi Visit Vadodara) આગમનની પૂર્વ સંધ્યાએ ગંગા સ્વરૂપ બહેનો થકી એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ (Guinness World Record PM Modi) સફળતા પૂર્વક નીવડ્યો હતો. શહેરના આજવા ખાતે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં તમામ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના આગમન પહેલા રૂટ પર રિહર્સલ કરાયું
પ્રતિનિધિની હાજરીમાં નોંધણી - વડાપ્રધાનના આગમન પૂર્વે ગંગા સ્વરૂપ બહેનો દ્વારા હજારો સ્ટીકર લગાવ્યા બાદ તૈયાર કરાયેલા પોસ્ટરની નોંધ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓની હાજરીમાં વડોદરા મહાનગર પાલિકાને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડોદરામાં વડાપ્રધાન મહિલા લાભાર્થીઓને મળવા આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગંગા સ્વરૂપ બહેનો આયુષ્યમાન કાર્ડ કાઠી આપવાનો પ્રયોગ કરીને શહેરની 22,000 બહેનોને પ્રધાનમંત્રી કાર્ડનો લાભ (PM Modi Gujarat Visit) આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હીરાબાએ 100મા વર્ષમાં કર્યો પ્રવેશ, એક માતાને મળી હવે બીજા માતાના આશીર્વાદ લેવા જશે PM મોદી
ચીનનો રેકોર્ડ તૂટ્યો - આ પોસ્ટરમાં 13186 સ્ટીકરો લગાડવામાં (Vadodara Guinness World Record) આવ્યા છે, આ પહેલા ચીનનો રેકોર્ડ હતો જે 6786 નો છે. આ પ્રસંગે મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ, આરોગ્ય અધિકારી દેવેશ પટેલ, નેતા અલ્પેશ લીંબચીયા, કમિશનર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડિન કમલેશ અને પ્રેગ્નેશ ઓબસર્વમાં હતા. આ વડાપ્રધાનના આગમન પૂર્વે સ્વાગતની મહિલાઓ દ્વારા ભેટ કહી શકાય.