- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની BARC માં સીલેક્શન
- તેઓ બે વર્ષ માટે ગ્રુપ સાઇન્ટીસ્ટ તરીકે કામગીરી નિભાવશે
- બે વર્ષ ટ્રેનિંગ બાદ દેશ માટે ગ્રુપ વૈજ્ઞાનિક તરીકે કામ ભજાવશે
વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓનું બાબા એટોમિક રિસર્ચ સેન્ટરમાં સેલકશન થયું છે. યુનિવર્સિટીના ટેકનોલોજી ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ સિવિલ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું સીલેક્શન થયું છે. હાલમાં બે વર્ષ માટે ગ્રુપ વૈજ્ઞાનિક તરીકે કામ કરાવવામાં આવશે, ત્યારબાદ વધુ પોસ્ટિંગ કરી ભારત દેશનું નામ રોશન કરશે. સમગ્ર દેશમાં સિવિલ એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યાં હતા.
એમ.એસ.યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત
MSUના ટેકનોલોજીના ડીન અનુપ પ્રતાપે જણાવ્યું કે, એમ.એસ.યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત છે અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી સિલેક્શન તથા અન્ય વિભાગ માટે પણ અનેરો અવસર પ્રદાન કરે છે. અમારા ભૂતપૂર્વ ટેકનોલોજીના ગ્રેજ્યુએટ થયેલા એન.કે વ્યાસ પણ બાબા એટોમિક રીસર્ચ સેન્ટરના ચેરમેન અને પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં પસંદગી થયેલા સાગર પટેલે જણાવ્યું કે, 2018 માં હું ગ્રેજ્યુએટ થયો હતો, ત્યારબાદ કોમ્પિટીટીવ એક્ઝામ માટે હું તૈયારી કરતો હતો. સદંતર બે વર્ષ તૈયારી કરી અને ગેટ એક્ષમ આપ્યા બાદ રિસર્ચ વિભાગમાં મને રિસર્ચ કરવામાં રસ હતો. ત્યારે મે ઓલ ઇન્ડિયામાં 31મો રેન્ક મેળવ્યો છે.
સિલેક્ટશનનો શ્રેય માતા પિતાને આપ્યો
મેકેનિકલ એન્જિનિયરિંગમાં પસંદગી પામેલા મનર કાતરીયાએ જણાવ્યું હતું કે, 2019માં હું મેકેનિકલ વિભાગમાં ગ્રેજ્યુએટ થયો હતો, ત્યારબાદ કોમ્પિટીટીવ એક્ઝામની તૈયારી કરી હતી. દેશમાં 48 સ્ટુડન્ટ્સ સિલેક્ટ થયા છે, તેમાંથી મારી પસંદગી ભાભા ઓટોમેટીક રીસર્ચ સેન્ટર હૈદરાબાદમાં થઈ છે. મારા સિલેક્ટશનનો શ્રેય હું મારા જન્મ આપનાર માતા પિતાને આપુ છું.