- વડોદરામાં નવા ગુજસીટોક કાયદા હેઠળ પહેલો ગુનો નોંધાયો
- ક્રાઈમબ્રાન્ચે બિચ્છુ ગેંગના 26 આરોપી સામે ગુનો દાખલ કર્યો
- ક્રાઈમબ્રાન્ચે બિચ્છ ગેંગના 12 લોકોની ધરપકડ કરી
- ગેંગનો મુખ્ય સૂત્રધાર કુખ્યાત અસલમ બોડિયા ભૂગર્ભમાં ઊતર્યો
- ક્રાઈમબ્રાન્ચની પત્રકાર પરિષદમાં બિચ્છુ ગેંગના ગુંડાઓએ બૂમો પાડી
- બિચ્છુ ગેંગના ગુંડાઓએ આક્ષેપ કર્યો કે પોલીસ ખોટી રીતે તેમના લાવી
વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લવાયેલા નવા કાયદા ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો છે, જેમાં શહેરના માથાભારે ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચમાં 26 લોકો સામે ગુનો નોંધી 12 લોકોને ધરપકડ કરી છે. જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાથી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પણ વડોદરામાં કાયદા હેઠળ આજે એક પણ ગુનો નોંધાયો ન હતો.
બિચ્છુ ગેંગના સાગરીતોની સંડોવણી
શહેરમાં મારામારી, લૂંટ ફાટ, ધમકી સહિત ગુનામાં આરોપીઓની સંડોવણી બહાર આવી છે. વડોદરા શહેરમાં ફતેહગંજ વિસ્તારમાં તાજેતરમાં જ બે લૂંટની ઘટના બની હતી તેમાં બિચ્છુ ગેંગના સાગરિતોની સંડોવણી હતી.
બિચ્છુ ગેંગ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં બિચ્છુ ગેંગ સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 1998થી અત્યાર સુધીમાં 62 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. આ ગેંગનો કુખ્યાત મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાના 26 સાગરિતો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 12 લોકોને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. તે દરમિયાન બિચ્છુ ગેંગના સાગરિતોએ બૂમાબૂમ શરૂ કરી હતી. તેઓ કહેતા હતા કે, પોલીસ અમને ખોટી રીતે પકડીને લાવે છે. એક આરોપી હતો હું કોર્પોરેશનમાં 15 વર્ષથી નોકરી કરું છું એનું આઈકાર્ડ પણ મીડિયાકર્મીઓને બતાવ્યું હતું. પોલીસ ગભરાઈ જતા આરોપીઓને મીડિયાથી ફટાફટ ખસેડી બાજુની રૂમમાં લઈ જાય પોલીસે પોતાના અસલી મિજાજ આરોપીઓને બતાવ્યો હતો. આરોપીઓએ બૂમાબૂમ કરતા ફોટો સેશનમાં અટકાવી પોલીસ તેમને ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાના કેબિનમાં લઈ ગઈ હતી. પોલીસની નિષ્ક્રિયતા બિચ્છુ ગેંગના સાગરિતે સામે લાવી હતી. પોલીસની જે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એ ન કરતા પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી. આથી આરોપી પોતાનું આઈકાર્ડ લઈને આવ્યો હતો. આથી પોલીસની પોલ ખૂલી ગઈ હતી.
શું પોલીસ વોન્ટેડ આરોપીઓને પકડી ન શકતા ખોટા આરોપીને પકડે છે?
વડોદરા શહેરમાં કેટલાક માથાભારે શખસ પોલીસ ચોપડે વોન્ટેડ છે. પોલીસના ખુદ પોલીસ કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી ફરાર હોય પોલીસ તેમને પકડી શકતી નથી. પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડી શકતા ખોટા આરોપીને લાવી હોય તેમ આજની પત્રકાર પરિષદમાં સાબિત થાય છે અને બિચ્છુ ગેંગના સાગરિતો મીડિયાકર્મીઓ સામે પોલીસની પોલ ખોલતા પોલીસે તેમની આરોપીઓને અસલી મિજાજ બતાવ્યો હતો. પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓ, કોર્ટમાંથી ભાગી ગયેલા આરોપીઓ, ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસકર્મી હજી વોન્ટેડ છે ત્યારે નિર્દોષ આરોપીઓને પોલીસ પકડી લાવે છે અને નવા આવેલા પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘની સામે પોતાની છાપ સ્વચ્છ હોય તેમ બતાવી રહ્યા તેમ લાગી રહ્યું છે. જો, પોલીસે આરોપીઓને અસલી મિજાજ બતાવ્યો હતો માનવ અધિકારનો ભંગ પણ છે.