ETV Bharat / state

મોબાઇલમાંથી બહાર નીકળી કસરત માટે સમય કાઢવો જોઈ, જાણો જીવનમાં કસરત કેટલી મહત્વની

ભાવનગરમાં 102 વર્ષ જૂની ગણેશ ક્રીડા મંડળ સંસ્થા છે. જ્યાં કસરત કરવા માટે ખૂબ સારા સાધનોની સુવિધા છે. જાણો કસરત કરવાથી શું થાય છે ફાયદો.

ભાવનગરમાં 102 વર્ષ જૂના ગણેશ ક્રિડા મંડળમાં કસરત કરતા લોકોએ કસરતના ફાયદા જણાવ્યા
ભાવનગરમાં 102 વર્ષ જૂના ગણેશ ક્રિડા મંડળમાં કસરત કરતા લોકોએ કસરતના ફાયદા જણાવ્યા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ભાવનગર: જિલ્લાના સૌથી જૂના ગણેશ ક્રીડા મંડળ 102 વર્ષ જૂની સંસ્થા છે. જિમથી લઈને જિમ્નાસ્ટિક જેવી રમતોની વ્યવસ્થા છે. શિયાળામાં પ્રારંભમાં કસરતની મહત્વતા કેટલી છે. તે જાણવા ETV BHARAT એ ખાસ મુલાકાત લીધી હતી. જિમમાં આવતા યુવાનો, ટ્રેનર અને સંસ્થાના ટ્રસ્ટીએ જિમને લઈને પોતાના મત રજૂ કર્યા છે. વર્ષની સૌથી ઓછી ફી ગણેશ ક્રીડા મંડળની હોવાનો દાવો છે અને આ સમયમાં યુવાનો મોબાઇલમાંથી બહાર નીકળી કસરત કરવા જિમમાં જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

102 વર્ષ જૂની સંસ્થા ગણેશ ક્રીડા મંડળ: ગણેશ ક્રીડા મંડળના ટ્રસ્ટી અને મંત્રી મહિપતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા 102 વર્ષ જૂની છે. હાલમાં જ આ સંસ્થાના 102 વર્ષ થવા પર અમે ઉજવણી કરી હતી. અહીં સમગ્ર ગુજરાતમાં જિમ માટે 25 હજાર રુપિયાની ફીસ હોય છે. ત્યારે આ સંસ્થામાં સમગ્ર વર્ષની 2500 રુપિયા જેટલી જ ફીસ લેવામાં આવે છે. આ પહેલા 2000 રુપિયા ફીસ હતી. ત્યારે હાલમાં લોકો વધારે આવતા હોવાથી 500 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જિમમાં આવવાનો સમય સમગ્ર વર્ષ માટે 2 પાળીનો હોય છે જે સવારે 6:00 થી 9:00 વાગ્યાનો હોય છે અને સાંજના સમયે 6:00 થી 9:00 વાગ્યા સુધીનો સમય હોય છે. જ્યાં સ્લમ વિસ્તારના કોઇ પણ આવી શકે છે. અહીં જેવા સાધનો છે તેવા ક્યાંય નથી.અમારી ત્યાંના મુગદલ નીલમબાગ પેલેસમાં મહારાજ પાસે છે.

ભાવનગરમાં 102 વર્ષ જૂના ગણેશ ક્રિડા મંડળમાં કસરત કરતા લોકોએ કસરતના ફાયદા જણાવ્યા (Etv Bharat gujarat)

જિમમાંથી તૈયાર યુવાઓ પોલીસમાં ભરતી થયા: મહિપતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ ભેટમાં આપી હતી. અહીં જે યુવા કસરત ન કરતો હોય પણ અહીં આવે તો તે કસરત કરતો થઇ જાય છે. લોકો પોતાના નોકરી ધંધામાંથી સમય કાઢીને 2 થી 3 કલાક આ જિમમાં કસરત કરે છે. આ જિમમાંથી તૈયાર થયેલા 30 યુવાનો પોલીસ અને 20 યુવાનો SRP અને આર્મીમાં ભરતી થયા છે. અહીંથી જિમ્નાસ્ટિક જેવી રમતોની પ્રેક્ટિસ પણ થાય છે. અહીંથી પ્રેક્ટિસ કરીને યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા હોય છે.

ભાવનગરમાં 102 વર્ષ જૂના ગણેશ ક્રિડા મંડળમાં કસરત કરતા લોકોએ કસરતના ફાયદા જણાવ્યા
ભાવનગરમાં 102 વર્ષ જૂના ગણેશ ક્રિડા મંડળમાં કસરત કરતા લોકોએ કસરતના ફાયદા જણાવ્યા (Etv Bharat gujarat)

ક્યાંય પણ ઓછી જગ્યામાં જિમ નહી હોવાનો દાવો: જિમના ટ્રેનર વિવેક શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લા 3 વર્ષથી જિમમાં ટ્રેનર છું અને મેં આજ સુધી ગુજરાત લેવલે આટલી ઓછી જગ્યામાં જિમ ક્યાંય જોયું નથી અને બીજી વાત એ કે, હું જ્યારથી જિમ લાઈનમાં છું. જ્યાં મે કામ કર્યું તો મને સૌથી સારુ આ ગણેશ ક્રિડા મંડળમાં કામ કરવું ગમ્યું. જેમાં મને એવું લાગે છે કે આ પ્રકારના સાધનો અને મશીનરી બીજા કોઇ જિમમાં નથી. હું 7 વર્ષથી જિમમાં ટ્રેનર છું અને આ સાથે હું મિસ્ટર ભાવનગરની તૈયારી પણ કરુ છું. જેથી અહીંથી જ વર્કઆઉટ કરીને તૈયારી કરુ છું. જેથી મને લાગે છે કે, હું અહીંથી સફળ થઇશ.

જિમ ટ્રેનરની યુવા પેઢીને ટિપ્સ: જિમ ટ્રેનર વિવેક શાહે જણાવ્યું હતું કે, હું અહીં 3 વર્ષથી છું. અત્યારે યુવા પેઢી પોતાનો વધારે સમય ફોનમાં કાઢે છે, પણ હું અહીંયા કોઈપણ નવા મેમ્બર્સ આવે છે. તો હું તેમને એ જ રીતે ટ્રીટ કરુ છું કે સાચું શું છે. જે આપણી હેલ્થ માટે સારુ છે. ત્યારે જિમ એટલા માટે જરુરી છે. કેમ કે, તમે મેન્ટલી સ્ટ્રોંગ રહો અને તમારો માઇન્ડસેટ બને જેથી તમે ઇત્તર પ્રવૃતિ કરી શકો અને દેશને કામ લાગી શકો. આપણે આ જિમમાં લોકોને તૈયાર કરીએ છીએ અને ટ્રેનિંગ આપીએ છીએ.

જિમમાં 7 વર્ષથી યુવાન આવે છે: આ જિમમાં આવતા રમીઝ હબીબાણીએ જણાવ્યું કે, હું છેલ્લા 7 વર્ષથી જિમમાં આવું છું. મારે 7 વર્ષ પુરા થયા અને 8માં વર્ષે પણ જિમમાં આવું છું. ત્યારે આ જિમમાં કસરત કરવા જેટલી જગ્યા હોય મને નથી લાગતું. ગુજરાતમાં કે ભાવનગરમાં ઓછી જગ્યામાં જિમ નથી. આ જિમની અંદર શરીરના અલગ અલગ ભાગને ટ્રેન કરવા માટે ઘણા સાધનો છે. હું રોજ 1 થી 2 કલાકનો સમય જિમમાં વિતાવું છું. જેથી હું ફિટ રહી શકું.

મોબાઇલમાંથી બહાર આવવા યુવાનોને હાકલ: હોસ્પિટલમાં ફરજ બજાવતા અને જિમમાં આવતા હિતેશ ચૌહાણે જણાવ્યું કે, હું સર ટી હોસ્પિટલમાં નોકરી કરું છું અને છેલ્લા 1 વર્ષથી રોજ જિમમાં આવું છું. જેથી મારા શરીરની ફિટનેસ સારી રહે છે. બીજી વાત હું દોડી કે ક્રિકેટ રમી શકતો ન હતો. આજે આ જિમમાં વર્કઆઉટ કરીને મને ઘણો ફાયદો થયો છે. આજે હું ખૂબ જ સારુ ક્રિકેટ રમી શકું છું. ત્યારે કહેવાનું ખાલી એટલું છે કે આજની યુવા પેઢી મોબાઇલ ફોનમાં ગળાડૂબ થઇ ગઇ છે. લોકો વધારે પડતો ફોનનો ઉપયોગ કરે છે. હું ખાલી એટલું જ કહીશ કે યુવાનો જિમ જોઇન કરે કસરત કરવામાં પોતાનો 1 કલાકનો સમય ફાળવે જેથી તેઓ તંદુરસ્ત રહે.

આ પણ વાંચો:

  1. શિયાળામાં શક્તિવર્ધક વસાણાનો કિંગ "કચ્છી અડદિયા"
  2. ખરા અર્થમાં ગુજરાતમાં વહે છે દૂધની નદીઓ.... પાછલા બે દસકામાં દૂધ ઉત્પાદન અને તેના વપરાશમાં ગુજરાતીઓ મોખરે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.