વડોદરા શહેરમાં ફિલ્મ અભિનેતા અને લેખક (Film actor and writer) સમીર સોની તેમના પ્રથમ પુસ્તક માય એક્સપેરિમેન્ટ વિથ સાયલન્સ: ધ ડાયરી ઓફ એન ઇન્ટ્રોવર્ટ (The Diary of an Introvert) વિશે વાતચીત કરવા અને ખાસ માનસિક સ્વાસ્થ્ય દિવસ (Mental Health Day) નિમિતે ઇનોરબિટ કલ્ચર ક્લબમાં (Inorbit Culture Club) ઉપસ્થિત રહ્યા હતા. સમીર સોની દ્વારા ઇવેન્ટ ઇનોરબિટ કલ્ચર ક્લબ સીરિઝની શરૂઆત કરવામાં આવી હતી. જે તેમના પુસ્તક સનફ્લાવર સીડ્ઝ દ્વારા ક્યુરેટ કરવામાં આવી છે.
ખાસ વાર્તાલાપ યોજાયો આ ક્લબના ભાગ રૂપે ઇનોરબિટ સમર્થકો ,અગ્રણી લેખકો, ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સાહિત્ય અને જીવનશૈલીમાં શ્રેષ્ઠ અનુભવ કરવાની તક મળી હતી. સમીર સોની દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિશે ખાસ વાતચીત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વન નેશનલ બેસ્ટ સેલર પુસ્તક આ અંગે પ્રતિક્રિયા આપતા સમીર સોનીએ જણાવ્યું હતું કે, મને ખુબ ખુશી છે કે, મારુ પુસ્તક માય એક્સપેરિમેન્ટ વિથ સાયલન્સ (My Experiment with Silence) નમો વન નેશનલ બેસ્ટ સેલર (National Bestseller Book) બની ચૂક્યું છે. આ પુસ્તક મારા માટે જ નહીં પણ આજની યુવા પેઢી માટે ખૂબ સારી બાબત આ પુસ્તકમાં લખાયેલી છે. ખાસ માનસિક સ્વાસ્થ્ય દિવસના ભાગ રૂપે આજના યુવા પેઢી માનસિક રીતે વિચારસરણી અલગ અલગ હોય છે.
મહત્વનું પુસ્તક સાબિત થયુ આ પુસ્તક મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ખાસ કરીને કોરોનાની મહામારીમાં લોકો માનસિક તણાવના કારણે આત્મહત્યા (Commit suicide due to mental stress) કરતા હતા. જેના કારણે મેન્ટલ હેલ્થ, ફિટનેસને લઈ એક સિરીઝ વિચારી અને આજના યુવા પેઢી માટે યોગ્ય માર્ગદર્શન રૂપ સાબિત થઈ રહી છે. આપના બાળકો માનસિક તણાવમાં હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. મારા માટે ખુબ જ મહત્વનું પુસ્તક સાબિત થયું છે. આજની જનરેશન માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.