- સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ્સ તબીબોની હડતાળ ત્રીજા દિવસે યથાવત
- રેલી યોજી ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
- ગાંધીનગરથી હોસ્ટેલ ખાલી કરવા આદેશ અપાયા
- સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી
વડોદરા: સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) ના તબીબો દ્વારા તેમની કેટલીક માંગણીઓને લઇને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જે આંદોલનમાં તેઓ અડગ રહીને શનિવારે ત્રીજા દિવસે પણ સરકાર વિરૂદ્ધ સૂત્રોરચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્ટેલ (Hostel) ની સુવિધા પાછી ખેંચી લેવાના નિર્ણયને ધમકી અને વિચાર વગરનો તેમજ બાળક બુદ્ધિનો નિર્ણય ગણાવ્યો હતો. તેમજ સરકાર જો યોગ્ય નિર્ણય નહીં કરે તો આ વિરોધ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી
દર્દીઓની સારવારમાં તકલીફ ન પડે તે માટે પ્રાધ્યાપકોની રજાઓ રદ કરી દેવાઈ : મેડિકલ કોલેજ ડીન
સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના જુનિયર ડૉક્ટર એસોસિએશન (Junior Doctors Association) ના પ્રમુખ આકાશ દેસાઈએ જણાવ્યું હતું કે, હોસ્ટેલ ખાલી કરો, હોસ્ટેલની લાઇટ બંધ કરો, હોસ્ટેલ (Hostel) માં પાણી પર કાપ મૂકો, આ તમામ વસ્તુઓથી અમારી યુનિટી તોડવાની કોશિશ કરી રહ્યા છે. સત્તાધીશો અમને તોડી શકશે પરંતુ અમારા ઈરાદાને તોડી નહીં શકે. અમારી જરૂરિયાતો જે સાચી અને સચોટ છે એને તોડી નહીં શકે. અમારી માંગણીઓ ખૂબ જ પ્રાથમિક છે અને કોઈપણ પ્રકારની અતિરેક નથી કર્યો. વિશિષ્ટ માંગણીઓ નથી. તો એ વસ્તુ સરકારે સમજવી જોઇએ કે, અમે જે રીતે માંગણીઓ કરી છે તો એમને ઝડપથી સંતોષવામાં આવે. જેથી દર્દીઓને જે તકલીફ પડી રહી છે તે નહીં પડે. અમે પણ માણસો છીએ અને અમારામાં પણ માનવતા છે. અમને દુઃખ થાય છે કે, દર્દીઓને તકલીફ પડી રહી છે. જેથી અમે લોકો એના માટે શનિવારે સવારે અમારી બે ટીમ મોકલીને વૉર્ડમાં અને OPD વિભાગમાં એક સર્વે કર્યો કે શું છે તકલીફ, કયા પ્રકારે થઈ રહી છે, કેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે.
આ પણ વાંચો: વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
અમારા 25 થી વધુ રેસિડન્ટ તબીબોએ હડતાળ પર હોવા છતાં પણ બ્લડ ડોનેશન કર્યું: આકાશ દેસાઈ
આકાશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ રીતની તકલીફો સરકારની એક જીદના કારણે થઈ રહી છે. અમારા 25 થી વધુ રેસિડન્ટ તબીબોએ હડતાળ (strike) પર હોવા છતાં પણ બ્લડ ડોનેશન કર્યું હતું. આ રીતે માનવતા પૂર્વક કાર્યો અમારા ચાલુ રહેશે. જેથી દર્દીઓને મદદ મળી રહે અને અમારી એક યુનિટી બરકરાર રહે તેમ જણાવ્યું હતું. બરોડા મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકરે જણાવ્યું હતું કે, અમારા પ્રિક્લિનિકલ અને પેરા ક્લિનિકલ જે વિભાગો છે.એમાંથી ટ્યુટર અને APOને અમે SSG હોસ્પિટલમાં તબ્દીલ કર્યા છે. હડતાળ (strike) ને અનુલક્ષીને કામ ઉપર પહોંચી વળવા માટે આ નિર્ણય કર્યો છે. સરકાર તરફથી હોસ્ટેલ (Hostel) ના રૂમમાં ખાલી કરાવવાનો આદેશ મળ્યો છે. 600 માંથી 60 ટકા તો હોસ્ટેલમાં જ રહે છે. ગામડામાં હજી તેમને પોસ્ટિંગ આપ્યું છે. 450 રેસિડેન્ટ છે અને 160 ઇન્ટર્ન છે. કોઈ સમય આપ્યો નથી. રૂમ્સ ખાલી કરવા માટે જણાવ્યું છે. હડતાળને કારણે થોડી તકલીફ તો પડશે પરંતુ ગાંધીનગરથી અમારા ઉપરના વરિષ્ઠ અધિકારીઓએ આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.