ETV Bharat / city

વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર - Baroda Medical College

વડોદરા જિલ્લામાં સાતમા પગારપંચ મુજબ વેતન આપવાની માગ સાથે બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ડૉક્ટરો ગુરુવારે હડતાળ ઉપર ઉતરી જતાં હડતાળ (Strike) ની અસર દર્દીઓની સારવાર ઉપર ન પડે તે માટે મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની રજા રદ્દ કરી દેવામાં આવી છે.

Junior Doctors Association
Junior Doctors Association
author img

By

Published : Aug 5, 2021, 6:27 PM IST

  • વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
  • 500 થી વધુ નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા
  • સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર નિવાસી તબીબો કરી રહ્યા છે દેખાવો

વડોદરા: જિલ્લામાં સાતમા પગારપંચ (Seventh Pay Commission) મુજબ વેતન આપવા સહિતની વિવિધ માંગણી સંદર્ભે બરોડા મેડિકલ કોલેજના જુનિયર-રેસિડન્ટ ડૉક્ટરો ગુરુવારે હડતાળ (Strike) ઉપર ઉતરી જતાં મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની રજા રદ્દ કરી દેવામાં આવી છે. બરોડા મેડિકલ કોલેજ (Baroda Medical College) ના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) દ્વારા આ હડતાળ (Strike) નું એલાન કરવામાં આવ્યું છે. જુનિયર ડૉક્ટરોની માગ છે કે, પીજી ડિગ્રી બેચ 2018 અને ડિપ્લોમાં બેચ 2019 ને બોન્ડનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે. બીજા તબીબી અધિકારીઓની જેમ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે. કોવિડ ડ્યૂટીના કારણે અમારું શૈક્ષણિક વર્ષ વેડફાયું છે એટલે હવે પછી શૈક્ષણિક સંસ્થામાં જ અમારી નિમણૂક કરવામાં આવે.

સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર

આ પણ વાંચો: રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે ઉતર્યા હડતાળ પર

અન્ય રાજ્યોની જેમ એસઆર પ્લસ બોન્ડની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે

ઉલ્લેખનીય છે કે, બરોડા મેડિકલ કોલેજમાં આશરે 450 થી વધુ રેસિડેન્ટ-જુનિયર ડૉક્ટરો છે. તે તમામ ગુરુવારથી હડતાળ (Strike) માં જોડાઇ ગયા છે. જોકે ઇમરજન્સી સેવાઓ, કોવિડ અને પ્રસુતિ ગૃહમાં આ ડૉક્ટરો સેવા આપશે. બીજી તરફ જુનિયર ડૉક્ટરોની હડતાળ (Strike) ને પગલે બરોડા મેડિકલ કોલેજે (Baroda Medical College) તમામ પ્રાધ્યાપકોની રજાઓ રદ્દ કરી દીધી છે. જેથી હડતાળ (Strike) ની અસર દર્દીઓની સારવાર ઉપર ન પડે.

આ પણ વાંચો: ઇન સર્વિસ ડોક્ટર્સે ચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની આપી ચીમકી, સરકારે બેઠક બોલાવી યોગ્ય નિર્ણય કરવાની બાંહેધરી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.