ETV Bharat / city

વડોદરા રહેણાંક વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ

author img

By

Published : Jul 15, 2021, 7:36 AM IST

વડોદરા શહેરમાં વરસાદ શરૂ થતા જ મગરો શહેરોના રસ્તાઓ પર દેખાવા લાગે છે. બુધવારે સાંજના સમયે વરસાદ પડતા સલાટવાડામાં 6 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. વિસ્તારના રહિશોએ આ વિશે રેસક્યું ટીમને જાણ કરી મગરનું રેસક્યું કર્યું હતું.

magar
વડોદરા રહેણાંક વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ
  • વરસાદની મોસમ શરૂ થતાં જ વડોદરામાં મગર દેખાયા
  • સલાટવાડા વિસ્તાર માં 6 ફુટનો મગર રહેણાંક આવી ગયો
  • રહેણાંક વિસ્તારમાં મગર દેખતા લોકો જીવ તાળવે ચોંટાયા

વડોદરા: શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મગરો વરસાદ પડતાની સાથે જ રહેણાંક વિસ્તારોમાં દેખાવા લાગે છે. આજે(બુધવારે રાતે) થોડા જ વરસાદમાં એક મગર રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતો નજરે પડ્યો હતો, જોકે સમયસર રેસ્ક્યુ ટીમને બોલાવી મગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

માણસ અને મગર એક સાથે

એશિયામાં વડોદરા એક માત્ર એવું શહેર છે જ્યા મગર અને માણસો સાથે રહે છે કારણ કે અહીંયા શહેરની વચ્ચેથી પસાર થતી 18 કિલોમીટર જેટલી લાંબી નદીમાં આશરે 240 થી વધુ મગરો વસે છે. આ નદી શહેરના ખૂણેખૂણેથી પસાર થાય છે, જેમાં અનેક રહેણાંક વિસ્તારો નદીના કાંઠા વિસ્તારને સ્પર્શે છે. મોટાભાગે ચોમાસામાં પાણીના કારણે મગરને નદી અને જમીન વચ્ચેનો ફરક રહેતો ન.થી આ સ્થિતિમાં ખોરાક શોધવા અથવા તો માર્ગ ભટકીને મગરો રહેણાક વિસ્તારમાં આવી ચડે છે.

આ પણ વાંચો : વડોદરા બિલ ગામ પાસે સોસાયટીના ગેટ પાસેથી બે મગરનું કરાયું રેસક્યૂ

6 ફૂટ લાંબો મગર

આજે(બુધવારે) શહેરના સલાટવાડા વિસ્તારમાં 6 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. મગરને જોવા બાળકો ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ વાઈલ્ડ લાઈફ સંસ્થા અને વન વિભાગની ટીમને જાણ કરતાં રેસ્ક્યૂ કરવા માટે ટીમ આવી ગઈ હતી.આ ટીમ દ્વારા ફિક્સ એસ ઓ પી મુજબ મગર ના મોડે અને બંને પગને બાંધી અને તેને એક રિક્ષામાં લઈ જવામાં આવ્યો હતો.મગરને હાલમાં વનવિભાગને સોંપી દેવામાં આવ્યો છે. જે યોગ્ય સમયે તેને ફરીથી તેના વિસ્તારોમાં છોડવામાં આવે છે અથવા તો પછી તેને આજવા સરોવરમાં અથવા વિશ્વામિત્રી નદીમાં નદીમાં છોડવામાં આવે છે.

આ પણ વાંચો : સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.