ETV Bharat / city

વ્રજધામ સંકુલ”ના સંસ્થાપક પૂજ્ય જીજી ના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે રાજમાતા દ્વારા તેમની રચનાઓના આલ્બમ ‘શ્રાવણી ધારા’નું વિમોચન

author img

By

Published : Aug 26, 2021, 4:11 PM IST

વડોદરામાં માંજલપુર વ્રજધામ સંકુલના સંસ્થાપક નિત્યલીલાથ પૂ. ઇન્દિરાબેટીજી ( પૂ.જીજી ) શ્રાવણીના ઉપનામે શ્રીકૃષ્ણ ભક્તિને લગતા ગીતોની રચના કરતા હતા. પૂ. જીજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે સર સયાજીરાવ નગરગૃહ ખાતે શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો સાથે ભક્તિ સંગીત સંધ્યાની રમઝટ જામી હતી.

Gujarat News
Gujarat News
  • રાજમાતા દ્વારા જીજીની રચનાઓના આલ્બમ ‘શ્રાવણી ધારા’નું વિમોચન
  • વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના સાંનિધ્યમાં અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે ભક્તિ સંગીત સંધ્યાની સમઝટ
  • નિત્યલીલાસ્થ પુજનીયા જીજીનો દ્વિદિવસીય પ્રાગટ્યોત્સવનો આજથી પ્રારંભ

વડોદરા: માંજલપુર વ્રજધામ સંકુલના સંસ્થાપક નિત્યલીલાથ પૂ. ઇન્દિરાબેટીજી ( પૂ.જીજી ) શ્રાવણીના ઉપનામે શ્રીકૃષ્ણ ભક્તિને લગતા ગીતોની રચના કરતા હતા. પૂ. જીજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે સર સયાજીરાવ નગરગૃહ ખાતે શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો સાથે ભક્તિ સંગીત સંધ્યાની રમઝટ જામી હતી. જે પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડના હસ્તે પૂ. જીજીની રચનાઓના આલ્બમ " શ્રાવણીધારા " નું વિમોચન કરાયું હતું.

જમાતા દ્વારા જીજીની રચનાઓના આલ્બમ ‘શ્રાવણી ધારા’નું વિમોચન

આ પણ વાંચો: વડોદરામાં VYOએ 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટિક પહોંચાડી

રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડે જીજીની રચનાઓનું નવીન આલ્બમ “શ્રાવણી ધારા” નું વિમોચન કર્યું

શ્રાવણીધારા આલ્બમમાં વૈષ્ણવાચાર્ય પૂત્ર વ્રજરાજકુમારજીએ એક રચનાને પોતાનો કંઠ આપ્યો છે. તદુપરાંત સંગીત સંકલન પણ કર્યું છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં સાંજે 7 કલાકે શ્રીઠાકોરજીના સુખાર્થે " સાવનભાદો " મનોરથ યોજાશે. પૂ. જીજીએ જીવનપર્યત શ્રીકૃષ્ણ ભક્તિનો મહિમા સમગ્ર સમાજને સમજાવ્યો હતો. એટલું જ નહિં, માંજલપુરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમ્પ્રદાયના રાજ્યભરમાં સૌથી મોટા આધ્યાત્મિક સંકુલ "વ્રજધામ" નું નિર્માણ કરાવ્યું હતું.

આ પણ વાંચો: જામનગરમાં કોવિડ હોસ્પિટલ પાસે સેવાભાવી ગ્રુપ દ્વારા ફ્રુટ, પાણી અને છાશનું વિનામૂલ્યે વિતરણ

કવિ અંકિત ત્રિવેદીએ ભક્તિ સાહિત્યનું મેઘધનુષ પ્રસ્તુત કર્યું

સર સયાજીરાવ નગર ગૃહમાં યોજાયેલા ભક્તિ - સંગીત સંધ્યામાં સચિન લીમયે, આશિતા લીમયે, કાવ્યા લીમયેએ શ્રીકૃષ્ણભક્તિના ગીતો સાથે પૂ. જીજીની ભક્તિ રચનાઓની રમઝટ જમાવતા શ્રોતાજનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જ્યારે, ભક્તિ સાહિત્યનું મેઘધનુષ કવિ અંકિત ત્રિવેદીએ પ્રસ્તુત કર્યું હતું. રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડના હસ્તે " શ્રાવણીધારા "નું વિમોચન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે યુ.કે. સ્થિત શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા આલ્બમ પ્રસ્તુત કરાયું હતું. આલ્બમમાંથી જે અનુદાન પ્રાપ્ત થશે તેમાંથી વિધવા મહિલાઓને અનાજ અપાશે. તદુપરાંત ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે. જે સાથે અનેકવિધ સેવાઓની સુવાસ વ્રજધામ યુવા પરિષદ દ્વારા સંપન્ન કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.