ETV Bharat / city

પાટીદારોને OBCમાં સ્થાન અપાવવા માટે સરકારને કરશું ભલામણ : રામદાસ આઠવલે

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યપ્રઘાને વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં પાટીદારોને ઓ.બી.સી. માં સમાવેશ કરવામાં આવે તે બાબતની ભલામણ કેન્દ્ર સરકારને કરશે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમનું મંત્રાલય વિવિધ જાતિઓ, દિવ્યાંગો, વડીલો, વિધાર્થીઓને વિવિધ લાભો આપવાનું કામ કરે છે અને તેમના માટેની કલ્યાણ યોજનાઓ પણ ચલાવે છે.

પાટીદારોને OBCમાં સ્થાન અપાવવા માટે સરકારને કરશું ભલામણ

author img

By

Published : Jan 16, 2022, 8:59 PM IST

વડોદરા : રામદાસ આઠવલે આજે ગુજરાતના પ્રવાસે હતા, તે દરમિયાન તેઓએ સ્ટેચ્યું ઓફ યુનિટી અને ત્યારબાદ વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામા તેમને પ્રેસ કોન્ફરન્સ યોજીને નિવેદન આપતા જણાવ્યું હતુ કે, તેઓ પાટીદારોને ઓ.બી.સી. માં સમાવેશ કરવા માટે ભલામણ તેઓ કેન્દ્ર સરકારને ભલામણ કરશે. તેમજ પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષાના મુદ્દા પર પર તેમને પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી.

પાટીદારોને OBCમાં સ્થાન અપાવવા માટે સરકારને કરશું ભલામણ

રામદાસ ગુજરાતની મુલાકાતે

રામદાસ આઠવાલે દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમમાં 'ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સ'નું વિતરણ કર્યું હતું. વડાપ્રધાને ૨૦૧૪થી વિવિધ લોકલક્ષી જે યોજનાઓ અમલમાં મૂકી છે તેનાથી દેશમાં અને ગુજરાતમાં કરોડો લોકોને લાભ થયો છે. ''સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ''નું તેમનું સૂત્ર સાર્થક થયું છે.

જનધન યોજના હેઠળ દેશમાં ૪૪ કરોડ ૧૧ લાખથી વધુ ખાતા ખુલ્યા

જનધન યોજના હેઠળ દેશમાં ૪૪ કરોડ ૧૧ લાખથી વધુ અને ગુજરાતમાં ૧ કરોડ ૬૭ લાખથી વધુ ગરીબોના બેંક ખાતા ખુલ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશમાં ૩૨ કરોડથી વધુ લોકોને અને ગુજરાતમાં ૯૯ લાખથી વધુ લોકોને ધિરાણ અને તેના માધ્યમથી આત્મ નિર્ભરતા મળી છે. ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ૮ કરોડથી વધુ અને ગુજરાતમાં ૩૪ લાખથી વધુ ઘરોને રાંધણ ગેસ જોડાણો આપવામાં આવ્યા છે. શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે, જેના હેઠળ દેશમાં શહેરી ગરીબોને ૫૩ લાખ ૪૨ હજાર અને ગુજરાતમાં ૬ લાખ ૩૦ હજાર લોકોને તથા ગ્રામીણ ગરીબોને દેશમાં ૨ કરોડ ૧૨ લાખ ૯૨ હજાર અને ગુજરાતમાં ૩ લાખ ૩૩ હજાર લોકોને ઘર મળ્યા છે.

વડાપ્રધાન બુદ્ધ માટે પણ ઘણો ઊંડો આદર ધરાવે છે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી દેશમાં ૨ કરોડ ૭૮ લાખ થી વધુ અને ગુજરાતમાં ૨૭ લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય રક્ષાનો લાભ મળી રહ્યો છે. સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને વડાપ્રધાને સારુ કાર્ય કર્યું છે. વડાપ્રધાન બુદ્ધ માટે પણ ઘણો ઊંડો આદર ધરાવે છે અને એટલે જ અમારો પક્ષ તેમની સાથે છે. વડાપ્રધાન સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરી રહ્યાં છે, જેના હેઠળ ઉદ્યોગ સ્થાપનાથી રોજગારી વધશે, બેરોજગારીનું નિવારણ થશે અને દેશના અર્થતંત્રને મજબૂતી મળશે. દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીઓ અંગે જણાવતા કહ્યું કે, પક્ષપલટાની કોઈ વિપરીત અસર નહિ થાય અને વડાપ્રઘાનની આગેવાની હેઠળ એન.ડી.એ. ને ચાર રાજ્યોમાં જ્વલંત સફળતા મળશે. પંજાબમાં પણ ભાજપ કેપ્ટનના સાથથી મજબૂત દેખાવ કરશે.

આ પણ વાંચો : covaxin postal stamp: રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને ભાવનગર ખાતે NCPનું સંમેલન યોજાયું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.