ETV Bharat / city

Raja Ravi Varma Festival 2022: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'રાજા રવિ વર્મા મહોત્સવ'નો આજથી પ્રારંભ - ગુજરાતમાં પથ્થરમારો

આજથી આઝાદી કા અમૃત મહોત્સવ (Raja Ravi Varma Festival 2022) અંતર્ગત રાજા રવિ વર્મા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ 3 દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સાથે રાજા રવિ વર્માના નવનિર્મિત સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Raja Ravi Varma Festival 2022: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'રાજા રવિ વર્મા મહોત્સવ'નો આજથી પ્રારંભ

author img

By

Published : Apr 15, 2022, 10:43 PM IST

વડોદરા: આઝાદી કા અમૃત મહોત્સવના (azadi ka amrut mahotsav) નેજા હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ (indira gandhi national center for the arts) દ્વારા 3 દિવસીય રાજા રવિ વર્મા મહોત્સવ (Raja Ravi Varma Festival 2022)નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજા રવિ વર્માના લક્ષ્મી વિલાસ સ્થિત સ્ટુડિયોના રિનોવેશન બાદ આજે કેન્દ્રીય સંસદીય અને સંસ્કૃતિ રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal In Vadodara)ના હસ્તે આ સ્ટુડિયો તેમજ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અર્જુન રામ મેઘવાલના હસ્તે સ્ટુડિયો તેમજ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પણ વાંચો: Raja Ravi Varma Famous Paintings સાડી પર બનાવીને પ્રદર્શન યોજવામાં આવ્યું

દરેકને પોતાનું નવું વર્ષ મનાવવાનો અધિકાર- આ પ્રસંગે પ્રધાને મધ્યપ્રદેશમાં રામનવમીની શોભાયાત્રા (Ram Navami Shobha Yatra 2022) દરમિયાન થયેલા તોફાનો અંગે દરેક નાગરિકોને ઉજવણી કરવાનો અધિકાર છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક નાગરિકોને પોતાનું નવું વર્ષ મનાવવાનો અધિકાર છે. તેમાં અવરોધ (Stone Pelting In Gujarat) ઊભો કરવો જોઇએ નહીં. રાજમાતા શુભાગીની રાજે ગાયકવાડે રાજા રવિ વર્માને ભારત રત્ન આપવામાં આવે તેવી વડોદરાના લોકોની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોને ખાદીની સાડીમાં વણાટ પર ઉતારવાનો એક નવતર પ્રયોગ

રાજા રવિ વર્માની અદ્દભૂત કલાના ભરપેટ વખાણ- રાજા રવિ વર્માના અમૂલ્ય પેન્ટિંગ્સ (Paintings of Raja Ravi Varma) આજે પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. પ્રધાન અર્જુન રામ મેઘવાલ સહિતના મહાનુભાવોએ આ પેઇન્ટિંગ્સ નિહાળી રાજા રવિ વર્માની અદ્દભૂત કલાના ભરપેટ વખાણ કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલ ઉપરાંત ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ સાંસદ ડૉ. સોનલ માનસિંહ, વડોદરાના મેયર કેયુર રોકડિયા, ડે. મેયર નંદાબેન જોશી, IGNCAના વડોદરા કેન્દ્રના રિજનલ ડાયરેક્ટર અરૂપા લાહિરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના ઉદ્ઘાટન સાથે રાજા રવિ વર્માના નવનિર્મિત સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.