વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહેલા કેમ્પેનિંગમાં લોકોને જોડવા અને અવેરનેસ (public awareness against crime in Vadodara ) લાવવા માટે વડોદરા શહેર પોલીસના સાયબર સેલે નવતર (Vadodara Police New Slogan ) અભિગમ અપનાવ્યો છે. પોલીસે સુપરહિટ મુવી પુષ્પાના ડાયલોગથી (Pushpa inspired Vadodara Police) સ્લોગન બનાવ્યું છે.
પોલીસનો નવતર અભિગમ
વડોદરા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા (public awareness against crime in Vadodara ) નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ મિમ અને સ્લોગન બનાવવામાં આવી રહ્યા છે. વડોદરા પોલીસના સાયબર સેલે સુપરહિટ મુવી પુષ્પાના ફેમસ ડાયલોગ પરથી સ્લોગન (Pushpa inspired Vadodara Police) બનાવ્યું છે. પોલીસે ચાહે કિતની ભી આકર્ષક સ્કીમ યા અનજાન લડકી કી ફ્રેન્ડ રિકવેસ્ટ હો ફસુંગા નહીં...સ્લોગન બનાવી ફિલ્મ સ્ટારના ફોટો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. જેને મોટી સંખ્યામાં ચાહકોની લાઈક (Vadodara Police New Slogan ) મળી રહી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડી સ્ટાફનું વિસર્જન કરવા કમિશ્નરનો આદેશ
સાયબર ભેજાબાજો સાવધાન
સાયબર ભેજાબાજો અવનવી તરકીબો અજમાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. જેમાં શહેરીજનો ફસાય નહીં તે માટે જનજાગૃતિ ફેલાવવા વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અવનવા મિમ અને સ્લોગન (Pushpa inspired Vadodara Police) બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે મુંબઇ પોલીસ દ્વારા મિમ અને સ્લોગન બનાવવામાં આવે છે ત્યારે હવે વડોદરા પોલીસે પણ નવતર અભિગમ અપનાવ્યો છે. વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સ નાબુદી, ટ્રાફિક જાગૃતિ (public awareness against crime in Vadodara ) સહિતના અલગ અલગ મિમ પણ (Vadodara Police New Slogan ) બનાવવામાં આવ્યા છે.