ભારતીય રેલ મંત્રાલયે રેલવેની તેજસ એક્સપ્રેસ ટ્રેનનો દિલ્હી, લખનૌ, અમદાવાદથી મુંબઇ અને બીજી લગભગ 12થી 15 મેઈલ એક્સપ્રેસ ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જોકે આ ખાનગીકરણને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એનએફઆઇઆરના વડપણ હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
જોકે રેલવેનું ખાનગીકરણ ઉપરાંત રેલવે કોલોનીઓ પ્રોડક્શન યુનિટો તેમજ વર્કશોપનું પણ ખાનગીકરણ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો અને માગ કરવામાં આવી હતી કે, આ ખાનગીકરણના આદેશોને પરત લેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.