વડોદરા : વડોદરા મહાનગર (Vadodara Municipal Corporation) UCD શાખા તરફથી દાખલો ન મળવા ના કારણે અનેક લાભોથી વંચિત અને સરકારી કચેરીઓના ધક્કા ખાઇને કંટાળીને દિવ્યાંગ મહિલા કાળઝાળ ગરમીમાં મદદ માટે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી (Problem of handicapped women in Vadodara) પહોંચ્યાં હતાં.
આ પણ વાંચો: હવે હાર્દિક પટેલનો પ્લાન 'B for BJP'
દિવ્યાંગ માતાની વ્યથા: અધિકારીઓ ન હોવાના કારણે ફરી એક વખત દિવ્યાંગ મહિલાને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. મેયર કેયુર રોકડિયા પણ ન મળતા કંટાળેલ મહિલા વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન (VMC Standing Committee Chairman) ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા અમી રાવત મળતાં તેઓએ દિવ્યાંગ મહિલાની વાત સાંભળીને જરૂરી મદદ કરી હતી. સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ તાત્કાલિક ધોરણે અધિકારીને સ્થળ પર બોલાવીને તેના દસ્તાવેજોની નકલ અધિકારીઓને (Problem of handicapped women in Vadodara) સોંપી હતી.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?
વિપક્ષ નેતા અમી રાવતે દિવ્યાંગ મહિલાને ઘરે છોડવાની કરી હતી વ્યવસ્થા : દિવ્યાંગ મહિલાની મદદે મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત પણ આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, ડિસેબલ વ્યક્તિ માટે ચોક્કસ અકસેસ હોવો જોઈએ જેમાં પાલિકા તંત્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે યોગ્ય સહાય માટે વ્યવસ્થા હોવી જોઈએ જે નથી. તેમને મદદ આપવાની સાથે તેમને ઘર છોડવાની વ્યવસ્થા ઊભી કરી આપી હતી.