ETV Bharat / city

ખાખીને સલામ, બાળકીને તસ્કરીમાંથી બચાવી પરિવાર સાથે કરાવ્યું મિલન

વડોદરાના સયાજીગંજ પોલીસે બાળ તસ્કરીનો ભોગ (child trafficking case in Vadodara) બનેલી બાળકી પરિવારને સોંપતા હર્ષની લાગણી પ્રસરી છે. પોલીસ કમિશનરે બાળકની સ્વસ્થ પરત આપતા તેઓ દ્વારા બાળકીનું નામ રાખવામાં આવ્યું હતું. (Vadodara Sayajiganj Police)

ખાખીને સલામ, બાળકીને તસ્કરીમાંથી બચાવી પરિવાર સાથે કરાવ્યું મિલન
ખાખીને સલામ, બાળકીને તસ્કરીમાંથી બચાવી પરિવાર સાથે કરાવ્યું મિલન
author img

By

Published : Oct 3, 2022, 1:47 PM IST

વડોદરા હાલમાં બાળકોની તસ્કરી એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી (child trafficking case in Vadodara) આવી છે. ભારત સહિત વિશ્વના લગભગ તમામ વિકાસશીલ દેશોમાં મોટાપાયે ચાલુ છે. દરરોજ આપણે સોશિયલ મીડિયા પર અપહરણ, શાળાએ જતા બાળકોના ગુમ થવાના સમાચારો જોવા મળે છે. ત્યારે આવો જ એક બાળ તસ્કરીનો ગુનો વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. જેમાં મળી આવેલી બાળકી આજરોજ સ્વસ્થ થઈ જતા માતાપિતાને સોંપવામાં આવી હતી. (Vadodara Sayajiganj Police)

તસ્કરીમાંથી બચાવી લેવામાં આવેલી બાળકી વેન્ટીલેટર પર હતી, આજે પોલીસે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પોલીસનું એડીચોટીનું જોર થોડા સમય પહેલા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરી (Child Trafficking in Vadodara) અંગેનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં જે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે બાળકી છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતી. આ બાળકીના માતા-પિતાને શોધવામાં પોલીસને એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું. જેના પરિણામે બાળકીના માતા-પિતા મળી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી બાળકી વેન્ટિલેટર પર હતી. જે બાદ આજરોજ બાળકી સ્વસ્થ થઈ જતા પોલીસ કમિશનર દ્વારા તેના માતા-પિતાને સોંપવામાં આવી છે.

કમિશનર આભાર વ્યક્ત કર્યો કમિશનર દ્વારા બાળકીને અવંતિકા નામ પણ આપવામાં આવ્યું છે. ગણતરીના સમયમાં સયાજીગંજ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાને શોધી કાઢવામાં આવ્યા હતા. તેમજ બાળકીની હાલત નાજુક હોવાથી તેની સારવાર કરાવી તેને સ્વસ્થ કરવામાં પણ પોલીસનો પ્રયત્ન રહ્યો છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા બાળકીને સોંપતા પરિવાર દ્વારા પોલીસ કમિશનર તેમજ તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (Vadodara Crime News)

તસ્કરી છોકરીઓ વધુ બને છે ભોગ ઉલ્લેખનીય છે કે, બાળકોની તસ્કરી કરી બળજબરી, અપહરણ, માતા-પિતાને લાલચ આપીને, બાળકોને સખત મજૂરી કરવા, અંગો વેચવા, ભીખ માંગવા વગેરે કરાવવામાં આવે છે. બાળકોની તસ્કરીના મોટાભાગના કેસોનો ભોગ છોકરીઓ જ બને છે. માનવ તસ્કરો તેમને વધુ વેચે છે અથવા વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલે છે. ગેરકાયદેસર બાળ તસ્કરીના કારણે બાળકોને તેમના પરિવાર અને ઘરના વાતાવરણમાંથી દૂર કરવામાં આવે છે. તેઓ તેમના માતાપિતા અને પરિવારના પ્રેમથી વંચિત રહે છે. શિક્ષણની તકો તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે. બાળ તસ્કરો લાલચમાં આવીને બાળકોને શિકાર બનાવે છે. (baby girl Trafficking in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.