વડોદરા વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમા રહેતા દીપક પટેલ પત્ની સાથે (robbery case in Vadodara) ઘરમાં બેઠા હતા. આ દરમિયાન મકાનની ડોર બેલ વાગી દીપકને એસી રિપેર કરવાનું હતું એટલે ટેક્નિશિયનને બોલાવ્યો હતો અને ટેક્નિશિયન આવ્યો હશે. તેમ માની તેમણે મકાનનો દરવાજો ખોલતાની સાથે જ બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ધૂસી આવ્યા અને લમણે બંદૂક તાકી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. (Robbery on Vasna Road)
શું હતી ઘટના મળતી માહિતી મુજબ ઘરમાં ઘૂસીને થયેલી લૂંટ મામલે પોલીસે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી. જે માટે વડોદરા પોલીસની કુલ 6 ટીમો કામે લગાડતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ લૂંટને અંજામ આપવામાં એક સગીર સહિત કુલ 11 શખ્સોની સંડોવણી સામે આવી છે. જેમાંથી 5 શખ્સો હજુ ફરાર છે. દીપક ભાઈએ કરજણ ખાતેની એક જમીન વેચવાની છે અને તેની મોટી રકમ આવવાની છે. એ વાત પોતાના મિત્રને જણાવી હતી. જે પછી મિત્રની દાનત બગડી અને તેને લૂંટનો પ્લાન ઘડ્યો. (Vadodara Police)
16.40 લાખની લૂંટ આ 11 લોકો પૈકી દરેકને જુદાજુદા કામ સોંપાયા અને 20 દિવસ રેકી કર્યા બાદ દીપક ભાઈના ઘરમાં ઘૂસી બંદૂકની અણીએ લૂંટ ચલાવી. લૂંટ કરવા ઘરમાં ઘુસી નારા 3 શખ્સો પૈકી એક સગીર હતો. લૂંટવા આવેલા આ શખ્સો સામે દંપતિએ પ્રતિકાર કર્યો પરંતુ આ શખ્સોએ તેમના ચહેરા પર બંદૂક મારી અને સેલોટેપથી હાથ બાંધી દાગીના અને રોકડ સહિત કુલ 16.40 લાખની લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જમીનની ડીલના 20 લાખ ઘરમાં આવવાના હતા. પરંતુ અહીં લૂંટારૂઓનો દાવ ઉલ્ટો પડ્યો, ડીલ થાય અને રોકડ ઘરમાં આવે તે પહેલા લૂંટારૂઓએ લૂંટને અંજામ આપતા ઘરમાંથી રોકડ મળી નહોતી. તેથી તેઓ તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના મળી 16.40 લાખ લૂંટીને ભાગ્યા હતા.
આરોપીઓની ભૂમિકા લૂંટની આ ઘટનાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી એટલે 6 ટીમો તૈયાર કરી CCTV ફૂટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા શખ્સો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. જેના આધારે તપાસ કરતા પોલીસે કુલ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે કુલ 11 શખ્સોએ ભેગા મળી ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસે એક ટાબરિયા સહિત ફરાર 5 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુનામાં મોટી સંખ્યામાં આરોપીઓએ ભેગા મળી અલગ અલગ ભૂમિકા ભજવી લૂંટને અંજામ આપ્યો છે, ત્યારે ઝડપાયેલા તમામ આરોપીઓને આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. આ રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં. (Crime News in Vadodara)
આરોપીઓના નામ અનિલ ઉર્ફે રાવણ કનોજીયા (રહે. જાદવ પાર્ક સોસા), અંકિત પટેલ (રહે. બનીયન સીટી), બિકકી ઉર્ફ વિકકી સુકુમાર ઘોષ (રહે. ઈટોલા ગામ), ઉપેન્દ્રસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (રહે. ગૌતમનગર સોસા) અને હેમંતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. આનંદનગર સોસા).
ફરાર આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ શંકરભાઈ રાવળ (રહે. સંજયવાડી, મકરપુરા), દેવલ કાન્તીભાઇ પ્રજાપતિ (રહે. પાર્શ્વભૂમિ), બિટ્ટુ બાબાભાઇ પટેલ (રહે. વડોદરા), યોગેશ ઉર્ફે રાજુ સિના (રહે. વડોદરા), હીરાલાલ માંગીલાલ કુમાવત (રહે. પીળા વુડામાં ખોડીયારનગર) અને કાયદાના સંઘર્ષમા આવેલ બાળક પણ સામેલ હતો. (friend house robbery case in Vadodara)