ETV Bharat / city

દેવું વધી જતા ચીઠ્ઠી લખી ગુમ થનાર પરિવાર ઘરે ફર્યો પરત - Family missing increasing debt in Vadodara

વડોદરામાં એક પરિવાર પર દેવું વધી જતા પોતાના રૂમમાં ચીઠ્ઠી (debt case in Vadodara) લખીને ગુમ થઈ ગયો હતો. જે પોલીસને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બાદ આ પરિવાર મળી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Vadodara Crime News)

દેવું વધી જતા ચીઠ્ઠી લખી ગુમ થનાર પરિવાર ઘરે ફર્યો પરત

author img

By

Published : Oct 10, 2022, 2:00 PM IST

વડોદરા શહેરમાં રહેતા રાહુલ જોશી બોડેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. રાહુલ જોશીએ તેના મિત્રો સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જેમાં 30 લાખ રૂપિયાની લોન તેણે લીધી હતી. જોકે, ધંધામાં નુકશાની (debt case in Vadodara) જતા તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. દેવું વધી જવાના કારણે તેમના ઘરે પૈસાની ઉઘરાણી પણ શરૂ થઈ ગઈ હતી. જેનાથી કંટાળીને 20 સપ્ટેમ્બરના રોજ બપોરે ઘર છોડીને જતા રહ્યા હતા. આ મામલે પોલીસ જાણ થતાં તપાસ ચાલુ કરી હતી. જેને લઈને દંપતિ પરત ફર્યું છે. હાલ તેઓ પાણીગેટ પોલીસ મથકમાં છે. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. (Vadodara Crime News)

વડોદરામાં દેવું વધી જતા ચીઠ્ઠી લખી ગુમ થનાર પરિવાર ઘરે પરત ફર્યો

શું હતો મામલો મળતી માહિતી મુજબ દંપતિ બાળકો સાથે ગુમ થયું હતું. જાતે જ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરે આવતા આસપાસના લોકોએ દંપતિ આવ્યા હોવાની જાણ પોલીસને કરી હતી. જેથી બંનેને પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા છે. હાલ મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. વડોદરાના કપુરાઈ ચોકડી વિસ્તારમાં કાન્હા આઈકોનમાં ત્રીજા માળે રાહુલ જોષી તેમની પત્ની નીતા જોશી પુત્ર પાર્થ અને પુત્રી સાથે રહેતા હતા. રાહુલ જોશી બોડેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. રાહુલ જોશીએ તેના મિત્રો સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જેમાં 30 લાખ રૂપિયાની લોન તેને લીધી હતી. (family missing in Vadodara)

ધંધામાં નુકશાની જતા પાયમાલ ધંધામાં નુકશાની જતા તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. દેવું વધી જવાના કારણે તેમના ઘરે પૈસાની ઉઘરાણી પણ શરૂ થઈ ગઈ હતી. ઘણાં લોકો રોજ ઉઘરાણી કરવા તેમના ઘરે આવતા હતા. જેથી રાહુલ જોશી આર્થિક સંકડામણમાં ઘેરાયો હતો. જેથી તેઓએ 20 સપ્ટેમ્બરના રોજ બપોરે ઘર છોડીને જતા રહ્યા હતા. સ્વજનોએ જાણ થતા શોધખોળ શરૂ કરી છે. તેમજ આ મામલે પોલીસને જાણ કરાતા તેના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં તાળું લગાવેલું જોવા મળ્યું હતું. પોલીસે ભારે જહેમત બાદ આ તાળું ખોલ્યું હતું. પોલીસે ઘરનું તાળું તોડી પાડી બધી જગ્યાએ તપાસ કરી. જ્યાં તેમને રૂમમાંથી કેટલીક ચીઠ્ઠીઓ મળી આવી હતી. (Vadodara Police)

કોના કોના સામે આવ્યા પોલીસને રૂમમાંથી મળેલી ચિઠ્ઠીમાં નિરવ ભુવા, રાહુલ ભુવા, બિટ્ટુભાઈ, અલ્પેશ મેવાડાને સજા આપો તેવું લખાણ રાહુલે લખેલું મળ્યું હતું. જેથી પોલીસે તમામ ફોન અને ચિઠ્ઠીઓને આધારે આ તમામ લોકોની તપાસ કરવાની તેમજ શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી હતી. જોકે, બીજી બાજુ પોલીસ દ્વારા રાહુલ આર્થિક સંકડામણમાં ઘેરાયેલા હોવાને કારણે પરિવાર સાથે ઘર છોડી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. (Family missing increasing debt in Vadodara)

દેવું વધી જતાં આત્મહત્યાનો પ્રયાસ જોશી પરિવારે જણાવ્યું હતું કે, દેવું વધી જતાં આત્મહત્યા કરવા જતા હતા. પરંતુ સંતાનો દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા, હાલ પરિવારનું કહેવું છે કે તેમના માથે 50 લાખ રૂપિયા કરતા વધુનું દેવું છે. પરિવાર ઘર છોડતા પહેલા 12 પાનાની ચિઠ્ઠી લખી હતી. જેમાં અલ્પેશ અને નરેશ સહિતના લોકોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પાર્થ દીકરાને નોકરી અપાવવા માટે નરેશ દ્વારા 17 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. (business damages debt in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.