ETV Bharat / city

વડોદરા: કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી જન્મદિવસ ઉજવનારા પૂર્વ મેયર સહિત 10 લોકોની પોલીસે કરી હતી અટકાયત - વડોદરા પોલીસ

વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પોતાના જન્મદિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાીન્સનો ભંગ કર્યો હતો. જે બદલ સયાજીગંજ પોલીસ દ્વારા સુનિલ સોલંકી સહિત 10 લેકે સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં તમામનો જામીન પર છુટકારો થયો હતો.

વડોદરા
વડોદરા
author img

By

Published : Dec 6, 2020, 4:33 PM IST

  • પૂર્વ મેયરે કરી હતી કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી
  • પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી
  • જામીન પર થયો પૂર્વ મેયરનો છૂટકારો

વડોદરા: પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પોતાના જન્મદિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાીન્સનો ભંગ કર્યો હતો. જે બદલ સયાજીગંજ પોલીસ દ્વારા સુનિલ સોલંકી સહિત 10 લેકે સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં તમામનો જામીન પર છુટકારો થયો હતો.

પૂર્વ મેયરે પોલીસની કાર્યવાહીનું સમર્થન કર્યું

ભાજપ કાર્યાલયમાં જન્મદિવસની ઉજવણી કરનારા પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિત 10 લોકો સામે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરવા બદલ સયાજીગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં સુનિલ સોલંકી પોતે જ પોલીસ મથકે હાજર થયા હતા અને પોલીસની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.

કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી જન્મદિવસ ઉજવનારા પૂર્વ મેયર સહિત 10 કાર્યકરોની પોલીસે કરી હતી અટકાયત
તમામનો જામીન પર થયો છૂટકારો

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને સયાજીગંજ પોલીસ મથકે સુનિલ સોલંકી સહીત 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે હિરલ છગનભાઈ ચોકસી, પ્રતીક દિનેશભાઈ પંડયા, મહેશ દેવજીભાઈ રાજપૂત, મહેશ મોહનભાઈ ચૌહાણ, પ્રદિપ અર્જુનસિંહ રાવત અને રવિન્દ્ર તખતસિંહ વાઘેલાની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની પણ ધરપકડ કરી હતી. જોકે આ તમામનો જામીન પર છૂટકારો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.