વડોદરા રાજ્યમાં હજુ પણ અબોલ પશુઓના માસના વેપાર ભારે ચાલી રહ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માસના જથ્થો મળી આવતા ચકચાર મચી છે. પોલીસે ગૌ માસ (Cow meat traders in Gujarat) સાથે વેપારીની પણ અટકાયત કરી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગૌરક્ષક ફતેગંજ પોલીસ અને PBCની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. જેમાં દરોડો પાડી ગૌ માસના જથ્થા સાથે ચાર વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો વલસાડનાં ડુંગરી નજીક 11 ગૌવંશને બચાવવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક ઉપર ટેમ્પો ચડાવી દેતા ગૌરક્ષકનું મોત
ગૌ માસ વેચી રહ્યો હતા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં નોનવેજ (Nonveg Traders in Vadodara) વેચતા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી સામે આવી છે. ગૌરક્ષક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માસ વેચી રહ્યા છે. જેને લઈને ફતેગંજ પોલીસ અને PBC પોલીસની ટીમે સંયુક્ત રીતે નવાયાર્ડમાં દરોડા પાડતા શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો ગૌ માતાના ગોબરમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી, વડોદરામાં જમાવ્યું આકર્ષણ
180 કિલો માસનો જથ્થો બોરસદથી ગૌ માંસ ભરેલ ટેમ્પો હોવાની માહિતી સાથે પોલીસે ચાર વેપારીઓની પણ અટકાયત કરી છે. ટેમ્પો અને 180 કિલો માસનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માસના વેચાણ મુદ્દે પોલીસે દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગૌ માંસ વેચનાર લોકો અંધારાનો લાભ લઈને રાત્રે બજારમાં આંટાફેરા મારીને અબોલ પશુંને બાંધીને લઈ જતા હોય છે. cow meat trader in Vadodara, cow meat price, Amount of cow mass in navyard area, quantity cow meat recovered from Vadodara, Vadodara police raided cow meat trader