ETV Bharat / city

PM Modi visit Vadodara: PMના આગમનની તૈયારીઓને અપાયો આખરી ઓપ - વડોદરામાં PM મોદીના કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાની મુલાકાતને (PM Modi visit Vadodara) લઈને જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓમાં મેડિકલ ટીમો સહિત વિવિધ વ્યવસ્થાઓ રાખવામાં આવશે.

PM Modi visit Vadodara: PMના આગમનની તૈયારીઓને અપાયો આખરી ઓપ

author img

By

Published : Jun 17, 2022, 1:47 PM IST

વડોદરા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મુલાકાતને લઈને એડીચોટની (PM Modi visit Vadodara) તૈયારીઓ થઈ રહી છે. તેને લઈને શહેરના આજવા રોડ પર આવેલા લેપ્રસી હોસ્પિટલ મેદાન ખાતે મહિલા અને જનશક્તિ સંમેલનને માર્ગદર્શન આપવાના છે. ત્યારે આ સ્થળે વિરાટ જનસભા માટે સંકલિત વ્યવસ્થાઓ ઊભી કરવા મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા કાયદો, વ્યવસ્થા અને સલામતી લક્ષી (Vadodara Collector Office Meeting) કવાયત હાથ ધરવામાં આવી છે.

જવાબદારીઓને જવાબદારી અદા કરવા કડક સૂચના
જવાબદારીઓને જવાબદારી અદા કરવા કડક સૂચના

જવાબદારીઓને જવાબદારી અદા કરવા સૂચના - મેગા ઇવેન્ટના સુચારુ આયોજન માટે મુખ્ય સંકલન સમિતિ અને અન્ય પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે તેમજ સમિતિઓએ સોંપાયેલી જવાબદારી પ્રમાણે કામગીરી શરૂ કરી દીધી છે. જેને લઈને બેઠકમાં જિલ્લા કલેક્ટર અતુલ ગોરે તમામ સમિતિઓને તેમની જવાબદારીઓ બારીકીથી સમજી લઈને સચોટ રીતે જવાબદારી અદા કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે દરેક સમિતિ, તેની સુચારુ કામગીરી માટે નિર્ધારિત કરવામાં આવેલા ચેક્લિસ્ટ અને SOP પ્રમાણે તેમની જવાબદારી નિભાવવાની રૂપરેખા ઘડી કાઢે અને જ્યાં જરૂર હોય ત્યાં અન્ય વિભાગો સાથે સચોટ સંકલન નિશ્ચિત કરી લે એવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : વડોદરામાં PM મોદીની સભા માટે બહાર ઉંચુ કટાઉટ થયું ટાઉન ઓફ ધ ટોક

સાંસ્કૃતિક કાર્યક્રમો - વડાપ્રધાનનો કાર્યક્રમ સંભવત સવારના દસ (Preparations for PM visit Vadodara) વાગ્યા પછી યોજાય એવી શક્યતા છે. મુખ્ય કાર્યક્રમ અગાઉ ગુજરાતની અસ્મિતાના પરિચાયક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવાનો વિમર્શ કરવામાં આવ્યો હતો. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ માટે આ કાર્યક્રમ (PM Modi Programs in Vadodara) રાખવામાં આવ્યો છે તેને અનુલક્ષીને કાર્યક્રમના સ્થળે 108 સહિત મેડિકલ ટીમોની વ્યવસ્થા રાખવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો : PM Modi visit Vadodara : વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ગૃહ રાજ્યપ્રધાને કરી સભા સ્થળની મુલાકાત

લોક સુવિધા માટે સભા સ્થળ - મળતી માહિતી મુજબ ઉનાળાને અનુલક્ષીને બરોડા ડેરીના સહયોગથી છાશ તેમજ પીવાના પાણીની જગ્યાઓએ તકેદારી રૂપે ORS પેકેટ રાખવામાં આવશે. આ ઉપરાંત લોક સુવિધા માટે સભા સ્થળ નજીક મોબાઈલ શૌચાલય સહિતની સુવિધાઓ રાખવા અંગે બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે પ્રત્યેક સમિતિની જવાબદારીઓની છણાવટ કરીને સમુચિત વ્યવસ્થાઓનું માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે વુડાના CEO અશોક પટેલે તાજેતરમાં દાહોદમાં યોજાઈ ગયેલા અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમની વ્યવસ્થાઓ જાણી આયોજન કરવા જણાવ્યું હતું. નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ (PM Modi visit Gujarat) ઝાલાએ બેઠકનું સંચાલન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.