વડોદરાઃ આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષના લાંબા અંતરાલ પછી પોતાના પ્રથમ લોકસભા મતવિસ્તાર વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યાં છે. સંસ્કારીનગરી વડોદરા શહેરના નગરજનોમાં દેશના વડાપ્રધાનને આવકારવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં દેશના વડાપ્રધાનને આવકારવા (PM Modi in Vadodara) માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના આગમન પહેલા રૂટ પર રિહર્સલ કરાયું
ભાજપ કાર્યાલયમાં આનંદનો માહોલ- આજરોજ શહેરના સયાજીગંજ ખાતે આવેલા મનુભાઇ ટાવર સ્થિત ભારતીય જનતા પાર્ટીના (Vadodara BJP) મુખ્ય કાર્યાલય ખાતે કેબિનેટપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોએ વડાપ્રધાનના ટેટૂ, માસ્ક ,ભાજપના ઝંડા, મોદીજીના ફોટો સાથેના પ્લેકાર્ડસ સાથે દેશના વડાપ્રધાનને (PM Modi in Vadodara) ઉષ્માભર્યા આવકારનો કાર્યક્રમ (PM Modi Gujarat Visit) યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ PM મોદી સંઘના પ્રચારક હતા ત્યારથી આ જગ્યા સાથે છે જૂનો સંબંધ, જૂના સાથીએ કરી વાત
ફૂગ્ગાઓ છોડાયા- આ કાર્યક્રમમાં કેબિનેટપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વગેરે આગેવાનોએ (Vadodara BJP) પીએમ મોદીના ફોટા સાથે ફૂગ્ગાઓ હવામાં છોડી પીએમ મોદીના શહેર આગમનને વધાવ્યું હતું. સાથે જ આ પ્રસંગે યુવાનો આવતીકાલે પીએમ મોદીના ભવ્ય સ્વાગતમાં (PM Modi in Vadodara) જોડાશે. નેતાગણે યુવાનોને તુલસીના છોડનું વિતરણ કર્યું હતું. યુવાનોમાં પણ દેશના વડાપ્રધાનને આવકારવાનો આનંદ જોવા મળ્યો હતો.