ETV Bharat / city

વડોદરા શહેરના ફોટોગ્રાફર્સે સ્ટુડિયો સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલું રાખવા સરકારને કરી રજૂઆત - ફોટોગ્રાફરે સ્ટુડિયો ચાલું રાખવા રજૂઆત કરી

હાલ દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની અસર વ્યાપર, ધંઘા તથા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર પડી રહી છે. ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની દયનીય હાલત થઇ છે. જેથી ફોટોગ્રાફરે સરકારને 10થી 2 સુધી સ્ટુડિયો ચાલું રાખવા માટે રજૂઆત કરી છે.

વડોદરા શહેરના ફોટોગ્રાફર્સે સ્ટુડિયો 10થી 2 ચાલું રાખવા સરકારને કરી રજૂઆત

author img

By

Published : May 13, 2021, 4:06 PM IST

Updated : May 13, 2021, 5:01 PM IST

  • કોરોના વાઇરસનો અનેક વ્યાપાર, ધંધા અને વ્યવસા પર થઇ અસર
  • ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની દયનીય સ્થિતિ
  • કોરોનાને કારણે લગ્ન પ્રસંગોના ઓર્ડરો પણ કેન્સલ થયા

વડોદરાઃ 14 મહિનાથી જે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે તેને લઈને વડોદરામાં ફોટોગ્રાફરો સ્ટુડિયો ચાલકોને હાલત કફોડી થઇ છે. ETV Bharat દ્વારા ફોટોગ્રાફર અને સ્ટુડિયો સંચાલકોને પડતી મુશ્કેલીને લઈને એક અહેવાલ પ્રસારીત કરી રહી છે. લગ્ન સીઝન બંધ રહેતા ફોટોગ્રાફીના ઓર્ડરો કેન્સલ થઈ ગયા છે. ફોટોગ્રાફરે સરકારને 10થી 2 સુધી ફોટોગ્રાફરોને સ્ટુડિયો ચાલુ રાખવા રજૂઆત કરી છે. છેલ્લા 14 મહિનાથી ધંધો બંધ થઈ જતા અમુક ફોટોગ્રાફર હોય તો આત્મહત્યા પણ કરી લીધી છે.

ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની દયનીય સ્થિતિ

આ પણ વાંચોઃ સૂત્રાપાડા તાલુકામાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરકારને રજૂઆત

લગ્ન શુભ પ્રસંગે સ્માઇલ પ્લીઝ કહેતા ફોટોગ્રાફરોની સ્માઈલ કોરોનાએ છીનવી લીધી

કોરોનાનો કહેર છેલ્લા 14થી વધુ મહિનાથી ચાલી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અંદાજે 5 હજારથી વધુ ફોટોગ્રાફ તેમજ 750 જેટલા ફોટો સ્ટુડિયો છે. કોરોનાના કારણે રોજગારી મળવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ હાલની આંશિક લોકડાઉનની સ્થિતિમાં સરકાર દ્વારા ફોટોગ્રાફ ડેવલોપ કરતી લેબને ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે પરંતુ ફોટો સ્ટુડિયો ખોલવાની મંજૂરી અપાઈ નથી. આંશિક લોકડાઉનમાં ફોટોગ્રાફરોને સ્ટુડિયો 10થી 2 ચાલું રાખવા માટે સરકારને રજૂઆત પણ કરી છે.

કોરોના વાઇરસનો અનેક વ્યાપાર, ધંધા અને વ્યવસા પર થઇ અસર

છેલ્લા 14 મહિનામાં કોરાને લઈને લગ્ન પ્રસંગના ઓર્ડર કેન્સલ

કોરોના મહામારીની અસર ધંધા અને વેપાર પણ પડી છે. કોરોના વાઇરસની અસર લગ્નન પ્રસંગમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના વ્યવલાય સાથે સંકળાયેલા લોકો પર પણ પડી છે. છેલ્લા 14 મહિનામાં લગ્નના અને શુભ પ્રસંગો કોરોના વાઇરસના કારણે કેન્સલ થઈ ગયા છે. તેને લઈને ફોટોગ્રાફરોની હાલત દયનીય થઇ ગઈ છે. સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં જે 50 વ્યક્તિઓની છૂટછાટ આપી છે જેને લઇને ધંધા પર ખૂબ અસર થઇ છે, હાલ લગ્નના બધા ઓર્ડરો પણ કેન્સલ થઈ ગયા છે. સરકાર દ્વારા આશિક લોકડાઉનમાં જે પ્રમાણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની છૂટ આપી છે, તેવી જ રીતે 10થી 2 સુધી ફોટોગ્રાફરોને સ્ટુડિયો ખુલ્લો રાખવાની મંજૂરી આપે તેથી તેમને રોજગારી મળી રહે.

આ પણ વાંચોઃ મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ

કોરોના કાળમાં ફોટો ફ્રેમ બનાવવા માટે પણ સ્વજનોને થઇ રહી છે મુશ્કેલી

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે મુત્યુ પામેલા વ્યક્તિની ફોટો ફ્રેમ બનાવવામાં પણ સ્વજનોને દોડધામ કરવી પડતી હોય છે. આ સંજોગોમાં ફોટોગ્રાફી વ્યવસાયને આર્થિક ભીંસમાંથી બહાર લાવવા માટે વડોદરા પૂર્વ વિસ્તારના ફોટોગ્રાફરોએ સરકારને રજૂઆત પણ કરી છે. હાલમાં ફોટો સ્ટુડિયો બંધ હોવાથી મૃતક વ્યક્તિની ફોટો ફ્રેમ બનાવવા માંગતા સ્વજનોને ઘક્કા ખાવા પડી રહ્યા છે કારણ કે ફોટો પ્રિન્ટ કરનાર લેપટોપ ચાલુ છે પરંતુ ફોટોગ્રાફરોના એડિટીંગ સ્ટુડિયો ખુલતા નથી. લોકોને પોતાના મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોરોના કાળમાં ફોટોગ્રાફરોની રોજગારી છીનવાઈ ગઈ છે. જેના કારણે શહેરના પાંચ હજારથી વધુ પરિવારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે લોન ભરવામાં પણ તકલીફ પડી રહી છે

ફોટો સ્ટુડિયો સંચાલકોએ પોતાના સ્ટુડિયોમાં જરૂરિયાતને પૂરી કરવા માટે જે લોન લીધી છે તે ભરવામાં પણ તકલીફ પડી રહી છે. અમુક ફોટોગ્રાફરોને લોના હપ્તા ભરવાની પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. અમુક ફોટોગ્રાફરોને આત્મહત્યા કરવાની પણ ફરજ પડી રહી છે. જ્યારે અમુક ફોટોગ્રાફરોએ પોતાનો ધંધો પણ બદલાવીને નોકરી ચાલુ કરી દીધી છે.

Last Updated : May 13, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.