વડોદરા જિલ્લાનાં વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોદી ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તક વિશે પારૂલ યુનિવર્સીટીના વિધાર્થીઓ અને શિક્ષકગણને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ બાદ કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા કે, ભાજપને કોઈ પણ ઓપરેશન કરવાની જરૂર નથી. તે પોતાની પાર્ટી સંભાળી શકતા નથી તેઓ આક્ષેપો કરે છે.
રાજકીય સફળ કરાવતું પુસ્તક મળતી માહીતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિવ વિશે ભારતના 20 જેટલા તજગન્યોએ લખેલી વાતોનો સમૂહ એટલે મોદી ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકનું (Modi 20 Dreams Meet Delivery book) વિમોચન તો બે મહિના પહેલા થયું હતું. પરંતુ યુવા પેઢીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષ વિશે તેમજ તેમના કાર્યો વિશેની માહિત આપતું પુસ્તક એટલે મોદી ડ્રીમ્સ મીટ ડિલિવરી. આ પુસ્તક ભારતના વડાપ્રધાન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની રાજકીય સફર વિશે લખાયેલું પુસ્તક છે.
આ પણ વાંચો બનાસ ડેરી સાધારણ સભા : રુપાલાની હાજરીમાં શંકર ચૌધરીએ કરી પશુપાલકોને ભાવ ફેરની મોટી જાહેરાત
સામાન્ય પરિવારના વ્યક્તિ વડાપ્રધાન પર લખાયેલ પુસ્તકને (PM book written) લઈને પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય પરીવારમાંથી આવેલા નરેન્દ્ર મોદી આજે વિશ્વના અગ્રણી વ્યક્તિ બન્યા છે. તેમના સુશાસનનો ગુજરાત સહિત સમગ્ર ભારતે અનુભવ કર્યો છે. તેમણે વિધાર્થીઓ અને શિક્ષકોને આખુ પુસ્તક વાંચવાનો અનુરોધ કર્યો હતો તેમજ વિદેશપ્રધાને લખેલો લેખ વિશેષ રીતે વાંચવા આગ્રહ કર્યો છે. કારણ કે એમની વિદેશ નીતિને કારણે વિશ્વભરમાં ભરીનો ડંકો વાગ્યો છે. અને ભારત દેશની વિશ્વભરમાં નામના થઇ છે.
આ પણ વાંચો Bal Gopal Savings Bank : બાળ ગોપાળ બચત બેંકમાં બાળકોએ 16 કરોડ રૂપિયા કર્યા ભેગા
રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયો રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયો સહી સલામત બહાર આવ્યા હતા. ત્યારે બન્ને દેશોએ તેમને બહાર નીકળવા દીધા હતા. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલની અસર જોવા મળી રહી છે. ડિજિટલ ઇન્ડિયા, પાંચ મિનિટમાં ખેડૂતના ખાતામાં તેમની સહાય જમા કરાઇ હતી. તેમજ અન્ય યોજનાઓના લાભાર્થીઓને તેમની સહાય તેમના ખાતામાં જમા થાય છે. બે લાખ કરોડની રકમ ગ્રામ પંચાયતના ખાતામાં સીધા જમા કરાયા છે. તેમણે પારુલ યુનિવર્સીટીયને અભિનંદન અસપયા હતા. યુનિવર્સીટીમાં આ પુસ્તક તરતું મુકવા અનુરોધ કર્યો હતો. તેમજ યુનિમાં પુસ્તક વિશે સ્પર્ધાઓ યોજવા જણાવ્યું હતું. Parshottam Rupala Attack On AAP, Modi At 20 Dreams Meet Delivery book, Parul University Vadodara