- કોરોનાના કેસ વધતા શહેરમાં ઑક્સિજનની માંગ વધી
- નવલખી ખાતે ઑક્સિજન રિફિલિંગ સેન્ટર શરૂ કરાયું
- કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડોદરા: શહેરમાં કોરોના કેસનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે ઑક્સિજન પર રહેનાર દર્દીઓની સંખ્યા વધી છે. જેને પગલે ઑક્સિજનની માગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઑક્સિજનનો સમયસર જથ્થો પૂરો પાડી શકાય તે હેતૂસર વડોદરા વહીવટીતંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું છે
વધુ વાંચો: રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા
નવલખી ખાતે તૈયાર કરવામાં આવેલી ઑક્સિજન ફિલિંગની કામગીરીમાં વ્યવસ્થા જળવાય તે માટે પોલીસને બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. અગાઉ શહેરની સરકારી હોસ્પિટલ, સ્મશાનગૃહોમાં વ્યવસ્થા જળવાય તે ઉદ્દેશ્યથી પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. આમ, પોલીસ આજે પણ કોરોના વૉરિયરની ભૂમિકા ભજવી રહી છે. અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધારે ઝડપથી વધી રહ્યું છે. તેવા સમયે હવે લોકોની સારવારને ધ્યાને રાખીને હવે હોસ્પિટલોમાં બેડ, જરૂરી દવાઓ ઇન્જેક્શનનો જથ્થો સુનિશ્ચિત કરવો, ઓક્સિજનનો જથ્થો પુરો પાડવો, ટેસ્ટિંગ સહિતના મુદ્દે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: શિવપુરીમાં વોર્ડ બોય દ્વારા જિલ્લાની કોરોના દર્દીનું ઓક્સિજન કાઢી નાખવામાં આવ્યું