ETV Bharat / city

રોમિયો-ટપોરીઓની હવે ખેર નહીં : મહિલા પોલીસ શી ટીમની કામગીરીથી શહેરવાસીઓમાં રોનક - Mahila SHE Team Operation

વડોદરાના લોકો મહિલા શી પોલીસની કામગીરીથી (Vadodara Mahila SHE Team) વખાણ કરી છે.શહેરમાં હાલ ટ્રોલિંગ, રોમિયો ડિકોઈ અંતર્ગત 55-70 જેટલા ટપોરીની મહિલા (Performance in Police Vadodara) પોલીસે અટકાયત કરી છે. શું છે આ મહિલા શી પોલીસ જૂઓ વિગતવાર...

રોમિયો-ટપોરીઓની હવે ખેર નહીં : મહિલા પોલીસ શી ટીમની કામગીરીથી શહેરવાસીઓમાં રોનક

author img

By

Published : Jun 3, 2022, 3:56 PM IST

વડોદરા : વડોદરા શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરીમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે અનેક ઘટનાઓ બની ચુકી છે. જે વડોદરા શહેરની પોલીસ મહિલા શી ટીમની (Mahila SHE Team Operation) કામગીરીથી શહેરવાસીઓ ખૂબ ખુશ થયા છે. મહિલા શી ટીમ (Vadodara Women SHE Team) દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ થકી મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવામાં આવી રહી છે. હાલમાં પેટ્રોલિંગ, રોમિયો ડિકોઈ કરવામાં આવે છે. સાથે અવરનેસ કાર્યક્રમ દ્વારા લોકોમે જાગૃતિ લાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જરૂર પડે ત્યાં નાગરિકોને મહિલા શી ટીમ મદદ પણ કરી રહી છે.

મહિલા પોલીસ શી ટીમની કામગીરીથી શહેરવાસીઓમાં રોનક

આ પણ વાંચો : Democracy In BJP Govt: આમ આદમી પાર્ટીનો પ્રહાર, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો કર્યો આક્ષેપ

વિવિધ પોલીસ સ્ટેશનમાં શી ટીમ - વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ મહિલા પોલીસ દ્વારા તમામ મોનીટરીંગ વડોદરા શહેર પોલીસ ભવન (Vadodara City Police Bhavan) ખાતે આવેલ શી ટીમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ટીમ દ્વારા વડોદરા શહેરની મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમનો 7434888100/100 સંપર્ક કરી મદદ (Performance in Police Vadodara) માંગી શકે છે.

રોમિયો-ટપોરીની

આ પણ વાંચો : Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર

શી ટીમ કઈ રીતે કામ કરે છે - શી ટીમ ACP રાધિકા ભારાઈએ જણાવ્યુ કે, વડોદરા શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં શી ટીમ કાર્યરત છે. હાલમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક કાર અને એક બાઇક ફાળવવામાં આવી છે. સાથે હાલમાં 5 જેટલા પોલીસ સ્ટેશનમાં ઇ બાઇકની પણ ફાળવણી કરવામાં આવી છે. જેથી કરી ભીડભાડ વાળા વિસ્તારોમાં સરળતાથી પેટ્રોલિંગ કરી શકાય. મહિલા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સિવિલ ડ્રેસમાં જઈ રોડ રોમિયો જેવા બનાવોને રોકવામાં આવી રહ્યા છે. સાથે જ્યારે મદદની જરૂર પડે ત્યારે મદદ કરી કોઈ પણ સમસ્યા હોય તો તેને લઈ કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. મહિલા શી ટીમ અલગ અલગ ચાર પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે. જેમાં મહિલા શી ટીમ સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોને ઝડપી પાડી શહેરમાં મહિલાઓ સાથે બનતી ઘટનાઓ રોકવામાં ખૂબ અસરકારક સાબિત થયું છે. મહિલા શી ટીમ દ્વારા હાલ સુધીમાં 55 જેટલા રોમિયો ડિકોઈ કરવામાં આવ્યા સાથે 70 જેટલા ટપોરીની અટકાયત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.