- વરસાદી કાંસનો સ્લેબ કેટલીક જગ્યાએ તૂટી ગયા
- બજેટ અનુસાર મોટાભાગની વરસાદી કાંસની કામગીરી પૂર્ણ થઇ
- આવેદનપત્ર પાઠવી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ
વડોદરા : શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ કુંજ સોસાયટી અને શિવ બંગ્લોઝના મધ્ય ભાગમાંથી વરસાદી કાંસ પસાર થાય છે. ભારે વરસાદ વરસે ત્યારે અનેક વિસ્તારોનું પાણી આ કાંસ મારફતે વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ જાય છે. આ વરસાદી કાંસનો સ્લેબ કેટલીક જગ્યાએ તૂટી ગયા છે.
આ પણ વાંચો : અંકલેશ્વરમાં વરસાદી પાણી ઓસર્યા બાદ લોકોએ જાતે જ સાફ અભિયાન શરુ કર્યું
મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું
મંજુર કરેલા બજેટ અનુસાર મોટાભાગની વરસાદી કાંસની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ ઉપરોક્ત બંન્ને સોસાયટીઓમાં કાંસની કામગીરી અધુરી છોડી દીધી છે. સોસાયટીના રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અધૂરું કામ સત્વરે પૂર્ણ કરવાની માંગ કરી છે. કમિશ્નરને રજૂઆત કર્યા બાદ શ્રી ક્રિષ્ના કુંજ સોસાયટીના સ્થાનિક લોકોએ બેઠક યોજી હતી.
આ પણ વાંચો : પોરબંદર: કડછ ગામમાં વરસાદી પાણી ભરાયા બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય