- મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારો પણ મેદાને
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી
- બહુજન સમાજ પાર્ટીએ 3 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે 1 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી
વડોદરાઃ કોંગ્રેસે 2015ની અંદર મુસ્લિમ ઉમેદવાર વૉર્ડ નંબર 7માંથી ગુલામ ફરિદ યુસુફભાઈ લાખાજી વાલાને ટિકિટ આપી હતી અને તેમને જીત્યા હતા, પણ આ વખતે કોંગ્રેસ તરફથી તેમને રિપિટ કરવામાં આવ્યા નથી
કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 16 મુસ્લિમ ઉમેદવાર
વોર્ડ | ઉમેદવારનું નામ | પક્ષ |
1 | જુબેર સંમસૂલ પઠાન રાષ્ટ્રીય | રાષ્ટ્રીય સમાજ પક્ષ |
6 | જુનેદ ખાન નજીર ખાન પઠાણ | કોંગ્રેસ |
6 | હુસૈનભાઇ મુલતાની | આમ આદમી પાર્ટી |
7 | રમજાન ઈબ્રાહીમ સોલંકી | રાષ્ટ્રવાદી કોંગ્રેસ |
7 | મદીના મુનાવર મિયા શેખ | રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી |
8 | ઉસ્માન પીરુષા દિવાન | બહુજન સમાજ પાર્ટી |
10 | અશફાક અબ્દુલ કાદર મલેક | કોંગ્રેસ |
10 | મહેબૂબ ખાન યુસુફ ખાન સિંધી | આમ આદમી પાર્ટી |
11 | રિઝવાન અલી અકબર અલી સૈયદ | બહુજન સમાજ પાર્ટી |
11 | સુહાનાબાનું નિસાર અહમદ સૈયદ | કોંગ્રેસ |
12 | ઐયુબભાઈ અલીભાઈ ખાન પુરી | બહુજન સમાજ પાર્ટી |
12 | મજીદભાઈ અબ્દુલ સત્તાર શેખ | આમ આદમી પાર્ટી |
12 | ઈમ્તિયાઝ અબ્દુલભાઈ પટેલ | રાષ્ટ્રીય સમાજ પક્ષ |
14 | જુનેદ લિયાકત અલી સૈયદ | કોંગ્રેસ |
14 | રિયાઝુદ્દીન હિસામુંદ્દીન શેખ | આમ આદમી પાર્ટી |
14 | અબ્દુલ રહીમ કાલુભાઈ કુરેશી | અપક્ષ |
કયા પક્ષે કેટલા ઉમેદવારો ઊભા રાખ્યા?
પક્ષ | ઉમેદવારોની સંખ્યા |
કોંગ્રેસ | 4 |
આમ આદમી પાર્ટી | 4 |
બહુજન સમાજ પાર્ટી | 3 |
રાષ્ટ્રીય સમાજ પક્ષ | 2 |
રાષ્ટ્રીયવાદ કોંગ્રેસ | 1 |
રાષ્ટ્રીય જનક્રાન્તિ પાર્ટી | 1 |
અપક્ષ | 1 |
ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી
280 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે ત્યારે અલગ અલગ પક્ષ દ્વારા 16 જેટલા મુસ્લિમ ઉમેદવારો અને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી. જે પ્રમાણે વડોદરા શહેરની અંદર કોંગ્રેસ અને ભાજપ નો ખરાખરીનો જંગ છે ત્યારે કોંગ્રેસે ચાર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. કહી શકાય કે, જે પ્રમાણે અલગ અલગ પક્ષ દ્વારા મુસ્લિમ ઉમેદવારો જે ઊભા રાખવામાં આવતા એની સીધી અસર ભાજપ અને કોંગ્રેસને પડશે.