- વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા રાવપુરામાં વિરોધ કરાયો
- સરકાર દ્વારા આપવામાં આવેલા આંશિક lockdownનો વિરોધ
- આગામી 18મી પછી દુકાન ખોલવા ચીમકી ઉચ્ચારી
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં પૂર્ણ અને બીજી લહેર ચાલી રહી છે કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ તથા રાજ્યની હાઈકોર્ટ દ્વારા સરકારને અસરકારક પગલા લેવા માટે જવાબ માગવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકાર દ્વારા 28મી એપ્રિલથી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ સિવાયની દુકાનો બંધ રાખી આંશિક lockdownનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે હવે 18મી સુધી લંબાવવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે સંવેદનશીલ ગણાતી સરકાર વેપારીઓ માટે સંવેદનહીન છે.
આ પણ વાંચોઃ વડોદરામાં રાત્રી કરફ્યૂ દરમિયાન કારેલીબાગમાં ચાલતા પિઝા પાર્લર પર લોકોની ભીડ
વેપારીઓએ પૂર્ણ lockdownની જાહેરાત કરવાનું કીધું હતું
વડોદરાના વેપારીઓ દ્વારા કોરોના ચેઇન તોડવા 7 દિવસના સખત lockdownની માગણી કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આંશિક lockdown જાહેર કરવામમાં આવ્યું હતું. શહેરમાં અમુક દુકાનો ખુલ્લી છે જ્યારે નાના વેપારીઓની દુકાનો બંધ રાખવામાં આવી છે. બીજી તરફ શહેરની બહાર દરેક દુકાનો ખુલ્લી છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન કેવી રીતે તૂટી શકે ? બીજી તરફ વેપારીઓ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત પેકેજ થકી સહાય આપવામાં આવી નથી.18 મે પછી સરકાર લોકડાઉન જાહેર કરે અથવા તો જો 18 મે પછી નાના વેપારીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો વેપારીઓ દુકાનો ખોલશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.