- ગરીબ બાળકો માટે ઓનલાઈન શિક્ષણ (Online Education) બન્યું માથાનો દુખાવો
- મોબાઈલ ન હોવાથી ગરીબ બાળકો નથી મેળવી શકતા ઓનલાઈન શિક્ષણ
- વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)એ નવો અભિગમ અપનાવ્યો
- સમિતિના સભ્યો ગરીબ બાળકોને ઘરે જઈને ઓફલાઈન શિક્ષણ (Offline Education) આપી રહ્યા છે
- ગરીબ વિસ્તારમાં જઈ બાળકોને ઓફલાઇન શિક્ષણ (Offline Education) આપવા નવી પહેલ
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ના ગરીબ બાળકોને શાળાના શિક્ષકો તેમના વિસ્તારમાં જઈને ઓફલાઇન શિક્ષણ (Offline Education) આપી રહ્યા છે. કોરોના મહામારીના કારણે અત્યારે ઓફલાઈન શિક્ષણ (Offline Education) બંધ હોવાથી તેમ જ ગરીબ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ (Online Education) મેળવવા માટે જરૂરી મોબાઈલ ફોનની સુવિધા ન હોવાથી સમિતિ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો- કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ
સમિતિના નવતર પ્રયોગથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને લાભ
કોરોનાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ની શાળાઓ પણ બંધ છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને પણ ઓનલાઈન શિક્ષણ (Online Education) આપવામાં આવી રહ્યું છે, પરંતુ ગરીબ બાળકો પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેઓ ઓનલાઈન શિક્ષણ (Online Education) મેળવી શકતા નથી. આ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ના શિક્ષકો દ્વારા બાળકોના વિસ્તારમાં જઇને ઓફલાઈન શિક્ષણ (Offiline Education) આપી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ના આ નવતર અભિગમથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ પણ શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.
આ પણ વાંચો- VNSGUમાં સેમેસ્ટર 6ની પરીક્ષા ઓફલાઈન નહીં ઓનલાઈન લો, વિદ્યાર્થી સંગઠનોની માગ
ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલો પુસ્તકો તેમજ નોટબુકો પૂરી પાડે છે
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ના શિક્ષકો દ્વારા અપનાવવામાં આવેલા આ નવતર અભિગમને લોકો દ્વારા પણ આવકારી રહ્યા છે. આ સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પુસ્તકો તેમ જ નોટબુકો પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ વિસ્તારમાં જઈને ગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલા શિક્ષકો જેતે વિસ્તારમાં પહોંચે તે પહેલાં જ વિદ્યાર્થીઓ પણ નિર્ધારિત જેતે સ્થળે પહોંચી જાય છે અને શિક્ષકો દ્વારા આપવામાં આવી રહેલા શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Education Committee)ની કુલ 120 શાળાઓ છે, જેમાં ધોરણ 1થી 8ના 26,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પૈકી 5,500 જેટલા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણ (Online Education) મેળવવા માટે જરૂરી મોબાઇલની સુવિધા ન હોવાથી શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓના વિસ્તારોમાં જઈને શિક્ષણ આપી રહ્યા છે.