વડોદરા : આજે વિશ્વ મગર દિવસ છે, ત્યારે મગરોની વધુ સંખ્યા વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે. ગુજરાતના વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી નિકળેલીઆ (Vadodara Vishwamitri River) નદી ખંભાતના અખાતને મળે છે. રજવાડાના સમયે રાજવી પરિવાર વિશ્વામિત્રી નદીમાં નૌકાવિહાર કરતા હતા. આજે સ્વચ્છતાના નામે સેવાસદન દ્વારા શહેરની ગટરનું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. આ કારણે વડોદરાના લોકો વિશ્વામિત્રીને હવે ગટર ગંગા કહે છે. જોકે આ નદીનું ઉજ્જવળ પાસુ છે. એમાં માર્શ જાતિના 250થી વધારે મગર બારેમાસ જોવા મળે છે.
મગર વિશે થોડું જાણીએ - મગરની કુલ 23 પ્રજાતિઓ છે, જેમાંથી મુખ્યત્વે ભારતમાં ત્રણ પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં જોવા મળતા મગરોની વિવિધ પ્રજાતિઓમાં માર્શ પ્રજાતિના મગર ગુજરાતના વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે. મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે. શિકાર કરતી વખતે પોતાની પુછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નીચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાયા પછી ભાગ્યે જ બચી શકે છે. હાથી કે સિંહ જેવા વિશાળ પ્રાણીનો શિકાર કરતી વખતે મગર ત્રણ હજાર કિલો (World Crocodile Day 2022) જેટલું વજન શિકાર પર નાખી શકે છે.
મીઠ્ઠા પાણીના મગરો - ભારતમાં ત્રણ પ્રકારના મગરો જોવા મળે છે. જેમાં એસયુટેન મગરો જે ખારા પાણીમાં રહેતી પ્રજાતિ છે. જ્યારે વડોદરા શહેરમાં જોવા મળતા માર્શ મગરોએ મીઠ્ઠા પાણીના મગરો છે. તેમજ ઘડિયાળ તરીકે ઓળખાતા મગરોએ નદી અને નાળા જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે. પ્રાણી શાસ્ત્રની પરિભાષામાં મગરએ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું. પરંતુ પૃથ્વીની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.
મગરનું આયુષ્ય - સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50 થી 80 વર્ષનું (Crocodile Life) હોય છે. ઉનાળાનો આરંભ તેનો પ્રજનન કાળ છે. શિયાળા બાદ યોગ્ય માદા મળે ત્યારે મગર પોતાના સંસારની શરૂઆત કરે છે. ગરમીની શરૂઆત થતા તે નદી (Vadodara World Crocodile Day) કિનારે ઈંડા મુકે છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડા માંથી બચ્ચા બહાર આવી જાય છે, ત્યારથી બચ્ચાની તાલીમની શરૂઆત થઇ જાય છે.
આ પણ વાંચો : જૂનાગઢના તળાવમાં બંને શિકારી આવ્યા સામસામે, દુર્લભ દ્રશ્યો કેમેરામાં થયા કેદ
માર્શ મગરનું બંધારણ અને વર્તન, કદ અને વિશિષ્ટતા - શહેરમાં જોવા મળતા માર્શ (Crocodile Day 2022) મગરમચ્છો શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ મગર ખુબ જ ઝડપથી ચાલી શકે છે તેના કરતા વધુ ઝડપથી તરી શકવામાં કુશળ હોય છે. માર્શ મગરો ઝડપથી તરીને 10 થી 12 માઈલની સ્પીડ પકડી શકે છે. માર્શ મગરની પ્રજાતીના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. મેલ માર્શ મગર ફીમેલ માર્શ મગર કરતા 2.45 મીટર (8 ફુટ) અને ફીમેલ માર્શ મગરો સરખામણીમાં 3.2 મીટર (10 ફુટ) જોવા મળે છે.
પોતાના અસ્તિત્વ માટે જંગ - વડોદરા શહેરના મગરો અંગે વિશેષ માહિતગાર વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરએ સંસ્કારી નગરી સાથે મગર નગરી તરીકે ખ્યાતનામ પામી છે. મગરએ સૌથી જૂનામાં જૂનું પ્રાણી કહી શકાય અને પોતાના અસ્તિત્વ માટે હાલમાં તે જંગ લડી રહ્યું છે. કારણ કે, વડોદરા શહેરના હાલમાં આધુનિકરણના કારણે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ પોતાના અસ્તિત્વ સામે જોખમ સેવાઇ રહ્યું છે. વિશ્વામિત્ર નદી કિનારે વિવિધ દબાણો થઈ રહ્યા છે સાથે પરિસ્થિતિ બદલાઈ રહી છે, ત્યારે મગરો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસો કરી રહ્યા છે. મગર એ હિંસક પ્રાણી નથી. પરંતુ, તેના વિસ્તારમાં જતા પોતાના સ્વબચાવ માટે ઈજા પહોંચાડે છે, સાથે જ માણસ કરતાં પણ વધુ સમજદાર હોય છે. આપણે સૌ સાથે મળી મગરને બચાવીએ અને પર્યાવરણની જાળવણી કરીયે.
આ પણ વાંચો : અફવા કે હકીકત ? મગર ઘરમાં યુવક ખાબકતા તંત્રથી લઈને લોકોમાં મચી અફરા તફરી
કોર્પોરેશનની કયા પ્રકારની કામગીરી - વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા નગરીએ વિશ્વામિત્રી નદીના પટથી ઘેરાયેલી છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં વિશ્વામિત્રી નદીમાં મગરોનો વાસ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બન્સ ન થાય તે રીતે ધ્યાન રાખવામાં આવે છે. મગરોના અસ્તિત્વ અને વારસો ટકી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની જે માંગણી છે તે પણ પૂરી કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં રહેલ મગર જોવા માટે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેમજ ચોક્કસથી કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી માટે અને મગરોના નિવાસને કોઈ ખલેલ ન પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિશ્વામિત્રી બચાઓ સમિતિ - વિશ્વામિત્રી બચાવો સમિતિના (Happy Croc Day) સભ્ય ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, મગરોનો વસવાટ આદિકાળથી છે અને બારે માસ વિશ્વામિત્રી નદીમાં પાણી હોતું નથી. પરંતુ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની ગટરલાઈન વિશ્વામિત્રી નદીમાં હોઇ ગટરના પાણીના કારણે તેઓ વસવાટ કરી રહ્યા છે. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા આ નદીને અનેકવાર સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. સાથે જ વિવિધ (Vishwamitri River Crocodile) ફિલ્મો બનાવી મગરોના નિવાસની લોકોને જાણકારી આપવામાં આવે છે સાથે આ એક એવી નદી છે કે જ્યાં લોકો અને મગર એક સાથે એકબીજાના પૂરક બની વસવાટ કરે છે.