ETV Bharat / city

વડોદરાના રાયકા કૂવા ખાતે નવી ઈલેક્ટ્રિક પેનલ ફિટ કરાઈ - રાયકા કૂવા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ દોડકા કૂવા ખાતે કામગીરી કરવામાં આવી હતી. અહીં કામગીરી કર્યા બાદ આજે રાયકા કૂવા ખાતે કામગીરી હાથ ધરી હતી, જે રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થઈ હતી.

વડોદરાના રાયકા કૂવા ખાતે નવી ઈલેક્ટ્રિક પેનલ ફિટ કરાઈ

author img

By

Published : Nov 26, 2020, 7:18 PM IST

  • રાયકા કૂવાની કામગીરીને લીધે સાંજે 4 લાખ લોકોને પાણી ન મળ્યું
  • મોડી રાત્રે કૂવાની કામગીરી પૂર્ણ કરી ટેસ્ટિંગ કરાયું
  • આજે સવારે લો પ્રેશરથી ઓછો સમય પાણી મળશે
  • 16 કલાક ચાલતા પાણીના 5 પંપ બંધ રહેતા 60 MLD પાણીની ઘટ

વડોદરાઃ સૌ પ્રથમ મહી નદી ખાતેના દોડકા કૂવા બાદ રાયકા કૂવાની જૂની બદલી નવી એચટી ઈલેક્ટ્રિક પેનલ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આજે પેનલ બદલવાની કામગીરી 16 કલાક ચાલતા પાણીના 5 પંપ બંધ રહેતા 60 એમએલડી પાણીની ઘટ હતી. આથી આશરે 4 લાખ લોકોને સાંજનું પાણી મળ્યું ન હતુ. પૂનમનગર, સમા, નોર્થ હરણી, કારેલીબાગ, સયાજીબાગ, જેલરોડ, લાલબાગ, માંજલપુર, આજવારોડ અને પાણીગેટ એમ 10 ટાંકી તેમ જ ત્રણ બુસ્ટરને અસર થઈ હતી.

વડોદરાના રાયકા કૂવા ખાતે નવી ઈલેક્ટ્રિક પેનલ ફિટ કરાઈ
વડોદરાના રાયકા કૂવા ખાતે નવી ઈલેક્ટ્રિક પેનલ ફિટ કરાઈ
4 લાખ લોકોને પાણી ન મળ્યું: સવારે લો પ્રેશરથી મળ્યું

પાણીગેટ ટાંકીથી સાંજે 40 મિનિટ પાણી અપાયું હતું, જેમાં ફતેપુરા, મહેતા પોળ, નરસિંહજી પોળ, વાઘોડિયા રોડ, રાવપુરા અને કિશનવાડીને પાણી મળ્યું હતુ. આજવા ટાંકીથી અને માંજલપુર ટાંકીથી પણ 40 મિનીટ પાણી અપાયું હતું, જેમાં સમગ્ર કિશનવાડી વિસ્તાર, ખોડિયારનગરથી એસ્સાર પંપ તરફનો વિસ્તાર, પૂજાપાર્ક, ચંચળબા નગર, બિલિપત્ર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. વારસિયા બૂસ્ટિંગ સ્ટેશનથી 45 મિનીટ સુધી વારસિયા વિસ્તાર, હરણી બુસ્ટિંગ સ્ટેશનથી એરપોર્ટ સાઈડ તરફ અડધો કલાક, ખોડિયાનગર બુસ્ટરથી 40 મિનિટ સુધી પાણી વિતરણ કરાયું હતું. ચાર લાખ લોકોને પાણી મળ્યું ન હતું પણ આશરે એક લાખ લોકોને પાણી મળી શક્યું હતુ. રાત્રે ઈલેકટ્રિક પેનલ ફિટ કરી તેનું ટેસ્ટિંગ કરાયું હતું. 26ની સવારના ઝોનમાં પાણી લો પ્રેશરથી ઓછું અને ઓછા સમય માટે મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.