ETV Bharat / city

સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, પ્રથમવાર જોવા મળી અહીં સોનેરી ગરબી - પંચધાતુના પતરામાંથી ગરબી

વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક સોનેરી (Navratri in Vadodara) ગરબીની સ્થાપના કરવામાં આવી છે. ગરબી પંચધાતુના પતરામાંથી બનાવવામાં આવી છે. સોનેરી ગરબી લોકો સમક્ષ રજુ કરવામાં આવતા માઇભક્તો અચંબિત થઈ ગયા હતા. (Vadodara Golden Garbi Establishment)

સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, પ્રથમવાર જોવા મળી અહીં સોનેરી ગરબી

author img

By

Published : Sep 30, 2022, 2:21 PM IST

વડોદરા નવરાત્રીના શુભ અવસર પર શહેરીજનો ગરબે ઘૂમી (Navratri in Vadodara) રહ્યા છે, બધા માતાજીની આરાધના કરી રહ્યા છે. જેમાં આપણે અત્યાર સુધી જોયું છે કે માટીની ગરબી માતાજી પાસે મૂકવામાં આવતી હોય છે અને તે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. પરંતુ આ વર્ષે કંઇક અલગ જ ગરબી બનાવવામાં આવી છે જે ક્યારે જોઈ નહીં હોય કે વિચાર્યું નહીં હોય. જી, હા રાજ્યમાં પ્રથમવાર સોનેરી ગરબીની સ્થાપના કરવામાં આવી છે.(Vadodara Golden Garbi Establishment)

પ્રથમવાર જોવા મળી અહીં સોનેરી ગરબી

પ્રથમવાર સોનેરી ગરબી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક આવેલા દયાળભાઉના ખાંચામાં ખાસ સોનેરી ગરીબીની સ્થાપના કરવામાં આવી છે. આવી સોનેરી ગરબીની સ્થાપના વડોદરા શહેરમાં પ્રથમ વખત કરવામાં આવી છે. આ ગરબી પંચધાતુના પતરામાંથી (Garbi from panchadhatu paper) બનાવવામાં આવી છે. તદુપરાંત તેના ઉપર હાથેથી નકશી કામ કરવામાં આવ્યું છે. આ ગરબી બનાવવા પાછળ 2,51,000 રૂપિયાનો ખર્ચ થયો છે. જેની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચની છે. આ ગરબીની ચારેય તરફ માતાજી જેમ કે, બહુચર માતા, ગાયત્રી માતા, સરસ્વતી માતા, મહાલક્ષ્‍મી માતા પણ દર્શાવવામાં આવ્યા છે અને અંદરની બાજુ ગણપતિજી પણ દર્શાવ્યા છે. (navratri in vadodara 2022)

4 વર્ષથી પ્રયાસ નવરાત્રી રાસ ગરબા મંડળ, દયાળભાઉના ખાંચાના ગરબા એ 65માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. જે નિમિતે સોનેરી ગરબી બનાવડાવી છે. આ ગરબી વડોદરાના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. આ મંડળ દ્વારા આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનનવા પ્રયોગ લોકો કરતા રહે છે. ત્યારે આ ગરબી બનાવવા માટે છેલ્લા 4 વર્ષથી પ્રયાસ ચાલી રહ્યા હતા, છેલ્લે ગયા વર્ષે માતાજીની મંજૂરી મળતા આ વર્ષે પ્રથમ વખત સોનેરી ગરબી લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને જોઈને માઇભક્તો અચંબિત થઈ ગયા હતા. (Navratri organized in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.