વડોદરા શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઈ વ્હીકલને પ્રોત્સાહન આપવા (vmc e rickshaw) માટે 40 ઇ-રિક્ષાઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી 20 જેટલી ઈ-રીક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી પડેલી નજરે પડતાં તંત્રની બેદરકારી સપાટી પર આવી છે. મોટા ઉપાડે ખરીદાયેલી આ રીક્ષા માત્ર 3થી 4 વર્ષમાં ભંગાર હાલતમાં થઈ છે.સૌથી મહત્વની વાત એ છે કે, 4 વર્ષ પહેલા ખરીદાઈ હતી. જેમાં બે વર્ષ કોરોનામાં ગયા અને એક કરતા વધુ વર્ષથી આ રીક્ષા ભંગાર હાલતમાં છે. (e rickshaw price in vadodara)
4 વર્ષમાં અડધોઅડધ રિક્ષા ધૂળના ઢેફામાં હવે કેટલો સમય આ રીક્ષા ફરી ભંગાર હાલતમાં નાખી દેવી પડી તે એક સવાલ છે. વડોદરા શહેરમાં ગો ગ્રીનના કોન્સેપ્ટ હેઠળ અને પ્રદૂષણ ઘટાડવા માટે વર્ષ 2017.18માં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે 40 ઈ-રીક્ષા ખરીદી કરવામાં આવી હતી. એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે, ત્યારે ઇ-રિક્ષાનો ઉપયોગ પ્રદૂષણ અને ખર્ચની દૃષ્ટિએ ફાયદાકારક નીવડી શકે તેમ છે. જોકે પાલિકાની બેદરકારીના કારણે પાલિકાની 40 પૈકીની 20 જેટલી ઈ-રીક્ષાઓ ભંગાર બની છે. માત્ર 4 વર્ષમાં અડધોઅડધ રિક્ષા કાલુપુરા સ્થિત પાલિકાના સ્ટોર ખાતે ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્ર સામે ભારે રોષ પ્રવર્ત્યો છે. (vadodara auto rickshaw)
બાકીની રીક્ષા ક્યાં ગઈ આ અંગે પાલિકાના સ્થાઈ સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી આવવાને કારણે આ રીક્ષાઓનું મેન્ટેનન્સ મોંઘુ પડી રહ્યું છે. આમ પણ પાલિકા પાસે પૂરતું ભંડોળ નથી. જેથી નાણાકીય (Rickshaws Scrap in Vadodara) ભંડોળને પહોંચી વળવા માટે બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે પાલિકા જ આ પ્રકારે નાણાંનો વેડફાટ કરે તે કેટલા અંશે વ્યાજબી છે. હાલ 20 રીક્ષા જાળવણીના અભાવે ભંગાર છે. તો બાકીની ક્યાં ગઈ તે પણ એક સવાલ છે. (Kalupura Store e Rickshaws)