ગત વર્ષે યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન મળ્યુ ન હતુ. આમ ગત વર્ષ કરતા એમ.એસ. યુનિવર્સિટીનો દેખાવ સુધર્યો છે, પરંતુ દેશની ટોપ 100 સંસ્થાઓમાં સ્થાન મેળવવામાં યુનિવર્સિટી ફરી નિષ્ફળ નિવડી છે. માત્ર યુનિવર્સિટીઓના જ રેન્કિંગની વાત કરવામાં આવે તો એમ.એસ. યુનિવર્સિટીને દેશની ટોપ 100થી 150 યુનિવર્સિટીઓના બેન્ડમાં સ્થાન મળ્યું છે.
NIRF દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં મહત્વની બાબત એ છે કે, ફાર્મસી ઓફ ફાર્મસીને દેશમાં 17મું અને રાજ્યમાં 2જુ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્જિનિયરિંગ કેટેગરીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગને દેશભરમાં 137મું અને ગુજરાતમાં 3જુ સ્થાન પ્રાપ્ત થયું છે.