વડોદરા: MS યુનિવર્સિટીમાં ઓફલાઇન પરિક્ષાની જ જાહેરાત(Offline exam announcement) કરતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. હેડ ઓફિસ પર વિજીલન્સ-વિદ્યાર્થીઓ સામસામે આવતા માહોલ ગરમાયો કારણે કે ઓનલાઇન પરિક્ષા અને ઓફલાઇન પરિક્ષાનું ફોર્મેન્ટ જુદુ હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં ફી રિફંડ મામલે પિતાએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ ઠાલવ્યો આક્રોશ
વિદ્યાર્થીઓની માંગ પરિક્ષા ઓનલાઇન લેવામાં આવે - વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરિક્ષાને લઇને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીએ ઓફલાઇન પરિક્ષા લેવાની જાહેરાત કરી હતી પરંતુ જુની પરિક્ષા મુજબના ફોર્મેન્ટ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓની માંગ(Demand of students) હતી કે આ પરિક્ષા ઓનલાઇન લેવામાં આવવી જોઈએ. કોમર્સ ફેકલ્ટીના(Faculty of Commerce) પૂર્વ FGS અને યુનિવર્સિટીના પૂર્વ UGS રાકેશ પંજાબી આ વાતનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. જેમાં મહત્વનું એ છે કે છેલ્લા ત્રણ દિવસથી આ મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે બુધવાર 30 માર્ચના રોજ મામલો ઉગ્ર બન્યો હતો.
આ પણ વાંચો: MS યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન
યુનિવર્સિટીની હેડ ઓફિસ - વિજીલન્સ વિદ્યાર્થીઓ(Vigilance students) સામસામે આવતા માહોલ ગરમાયો હતો. વિદ્યાર્થીઓએ ભારે રોષમાં નારાબાજી કરી હતી. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોની(the university authorities) દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. હવે રાકેશ પંજાબીએ વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા ઓનલાઇન મોડલ પ્રમાણે એટલે કે M.C.Q ફોર્મેન્ટમાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે.જો આ મામલે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી શકે છે.